Mysamachar.in:જામનગર
જામનગર સહિત રાષ્ટ્રભરમા કથળેલી પોસ્ટ સેવા હવે સુધારવા તંત્ર પોકળ પ્રયત્નો કરે છે, પરંતુ થોકબંધ ફરિયાદો ઉઠે છે તેના તો ઉકેલ કરાતા નથી તેવામા ગ્રાહક મીટ કરી ને લોકોનુ ધ્યાન ખેંચવા ઝાવા મારતુ તંત્ર હવે અગાઉ જેવી જાહોજહાલી જોઇ શકે એમ નથી,..અગાઉ પોસ્ટમાં બચત કરવા માટે પેન્શનરો પણ મરણમુડી મુકવા માટે એકમાત્ર ભરોસાપાત્ર પોસ્ટ ડીપાર્ટમેન્ટ ગણતા પોસ્ટ ને લગત ટપાલ રજી એડી યુપીસી બચત ખાતામા જમા કે ઉપાડવાનિ પ્રક્રિયા બચતપત્રો લેવા કે તેના નાણા ઉપાડવા ઇન્ક્વાયરી નવા ખાતા ખોલાવવા ટીકીટો લેવા પોસ્ટકાર્ડ ઇનલેન્ડ કવર લેવા લાઇનો લાગતી પરંતુ છેલ્લા દોઢ દાયકાથી સર્વિસ બગડી અને ઘરાક ઘટ્યા કેમકે ખાનગી કુરિયર ખાનગી બેંકો અને ફાયનાન્સના કારણે એ તરફ ગ્રાહકો ખેંચાયા છે,

બીજી તરફ ઘણી પોસ્ટઓફીસમા સ્ટાફ અતડો હોય કે બેસવાની કે પીવાના પાણીની સુવિધા પણ ન હોય કે સારા જવાબ ન અપાય તેના કારણે એકતો ગ્રાહક ઓછા છે, આ બધી નબળાઇથી વધુ ઘટાડો થઇ રહ્યો છે ઉપરથી હાલ ટપાલો પણ નિયમિત મળતી નથી, જામનગર જિલ્લાના અને દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમા ટપાલો જેવીકે કોલ લેટર, ચેક ડ્રાફ્ટ, નિમણુંકના પત્રો, સરકારી પત્રો સહિતની અનેક પ્રકારની ટપાલો નિયમિત મળતી નથી કોઇવાર સમય વિત્યે મળે છે, આ અંગે ફરિયાદ જિલ્લા કક્ષાનીમીટીંગમા ઉઠી છે, તેમજ પોસ્ટમેન પુરતા નથી કચેરીમા પણ પચાસ ટકા ક્યાંક એથી પણ ઓછો સ્ટાફ છે, તેમા સર્વિસ પુરતી ન જ મળે તે સ્વાભાવીક છે, શહેરોમા આ હાલત છે તો ગામડામાં શું તે સમજી શકાય તેવી બાબત છે,. એમાય સરકારની પોસ્ટ બેંક પણ ખાસ કંઇ જમાવટ કરતી નથી માટે પ્રચારમા નીકળી પડે છે છતાય લોકો હવે ખાસ તે તરફ વળતા ન હોય પોસ્ટની રોનક ઓસરવા લાગી હોય તેમ લાગે છે.
























































