Mysamachar.in-જામનગર:
જામનગર કોર્પોરેશનની ટીપીઓ બ્રાંચની તાજેતરની ઓડીયો ક્લીપ એ અગાઉની ઓડિયો ક્લીપ અને ત્યારથી ચાલતા આવતા કૌભાંડોને તાજા કર્યા છે, જેથી હાલની કમ્પ્લીશન વ્યવહારની ઓડીયો ક્લીપ જેમા ઓછી રકમ ની ચર્ચા છે, અને ત્યારે વધુ રકમની ચર્ચા હતી તેના સહિતના અનેક પાસાઓ અને ગઠબંધન ફરી તાજા થયા ફરી એક વખત ચર્ચાઓએ જોર પકડી લીધુ છે, ગત વિધાનસભા ચુંટણી પહેલાના વખતે એક ઓડીયો ક્લીપ આમ તો એકથી વધુ ક્લીપ વાયરલ થઇ હતી જેમા ટીપીઓના જ ડીસમીસ અધીકારી અને તે વખતના વજનદાર નેતા વચ્ચે વાતચીત થઇ રહી છે,
જેમા ટીપીઓ બ્રાંચના ભ્રષ્ટાચાર વિશે અનેક ચર્ચાઓ ચાલી હતી જેમા આસીસ્ટન્ટ થી માંડી અધીકારીઓ સુધીના કામના બદલામા ભાવતાલ જે લેવાતા ત્યારે તેની ખુલ્લેઆમ ચર્ચા થાય છે જે તે વખતે આ ઓડીયો એ ચકચાર મચાવી હતી, તે વખતના જ અધીકારીઓ હાલ છે માટે હાલની ઓડીયો પણ સુસંગત ગણી શકાય પરંતુ પ્રશ્ર્ન એ છે કે જે તે વખતે ચકચાર સિવાય કશુ થયુ ન હતુ તેવી જ કંઇક ગોઠવણ હાલ પણ થઇ રહી છે અને હાલની ઓડીયો ઉપરથી ચર્ચિત ટીપીઓના ત્રણેય કર્મચારીઓ કે તેમાંથી અમુકને બચાવવા ના હવાતિયા પણ વગદારો દ્વારા શરૂ થયાનુ સુત્રો જણાવે છે.