Mysamachar.in-જામનગરઃ
ભલે 21મી સદી આવી ગઇ પરંતુ આજની તારીખે પણ સમાજમાં એવું માનવામાં આવે છે કે દીકરી એ પિતા માટે બોજ સમાન હોય છે, બેટી બચાવો બેટી પઢાવો જેવા અનેક અભિયાન ચલાવવામાં આવી રહ્યાં છે, પરંતુ હજુ જોઇએ એટલી જાગૃતિ આવી નથી. જામનગર પાસે આવેલા સિક્કા કારાભુંગા વિસ્તારમાં આર્થિક રીતે પડી ભાંગતા એક વ્યક્તિએ ઘરમાં પંખા સાથે ઓછાળ બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો. આપઘાત કરનાર વ્યક્તિનું નામ ખોડીદાસ વાજા છે, જેને સંતાનમાં ચાર દીકરીઓ છે, મૃતક ખોડીદાર મજૂરી કામ કરતાં હતા, પરંતુ છેલ્લા કેટલાય સમયથી મજૂરી કામ મળતું ન હતું તો ઘરનું ગુજરાન ખોડીદાસના માતા વાલીબેનના પગારમાંથી ચાલતું હતું, જો કે વાલીબેન પણ વયોવૃદ્ધ હોવાથી ટૂંક સમયમાં નિવૃત થવાના હતા, એવામાં ઘર અને ચાર-ચાર દીકરીને કેવી રીતે ઉછેરશે તેની ચિંતામાં ખોડીદાસ ગરકાવ થઇ ગયા હતા. અંતે ખોડીદાસે મોડી રાતે ઘરે પંખામાં ઓછાળ બાંધી ગળેટૂંપો ખાઇ આપઘાત કરી લીધો છે. ઘટના અંગે જાણ થતા જ પોલીસ ટીમ દોડી આવી અને પ્રાથમિક વિગતો નોંધી તપાસ હાથ ધરી હતી. બીજી બાજુ ચાર-ચાર દીકરીઓ નોંધારી બનતા આસપાસના લોકોમાં ભારે ચર્ચા જાગી છે.