Mysamachar.in:જામનગર
જામનગર મહાપાલીકાની ટાઉનપ્લાનીંગ શાખાનો ભ્રષ્ટાચાર વધુ એક વખત છાપરે ચડીને પોકાર્યો છે, છતાય એકાદ બે સામે પગલા લઇ ટીપીઓ શાખાનો પોતે શુદ્ધ હોવાનો ટીકાપાત્ર પ્રયાસ થઇ રહ્યો છે, ત્યારે સુત્રો જણાવે છે કે આવી ઓડીયો અન્ય પણ હોય શકે અને તે હજુ કદાચ દબાયેલી પણ હોય જે બહાર આવુ આવુ થઇ રહિ હોય તો પણ નવાઇ નહી…તાજેતરમા મનપાના ટાઉનપ્લાનીંગના ત્રણ કર્મચારી અને જેનુ લાયસન્સ સસ્પેન્ડ છે તેવા આર્કીટેક વચ્ચેના સંવાદો કે જે અરજદારોના કામોને લગત બાબતે નાણાકીય વ્યવહારના છે તેવી ઓડીયો ક્લીપ વાયરલ થઇ છે, તેથી ગેરરીતી ભ્રષ્ટાચાર લાંચ રૂશ્વત વગેરે છતુ થાય છે અને અનેક પ્રકારે આંગળી ચીંધાય છે,
છતા એ ટીપીઓ અને એટીપીઓ બંને આ બાબતને હળવાશથી લેતા હોય તેવી મિખમુદ્રા સાથે એમ જણાવે છે ક એક કોન્ટ્રાક્ટબેઇઝ કર્મચારી ધવલ નો ખુલાસો મંગાયો છે, બીજા બે….અને…..ના નામ ઓડીયોમા ચર્ચામા આવે છે, તે મળી તમામ સામે આક્ષેપ પુરવાર થયે જરૂરી પગલા લેવાશે, ટીપીઓના અધીકારીઓ જાણે છે કે વહીવટ માં "વહીવટ" થાય છે, માટે તો દરેક મિટીંગમા સુચનાઓ આપવી પડે છે બીજુ ફીલ્ડમા નિયમિત જતા સ્ટાફ કે કચેરીમા ફરજ બજાવતા સ્ટાફમાંથી કોઇ કોઇ જીણુ જીણુકાંતિ લેતા હોય તો ય કેમ બહાર આવશે ??
અરજદાર તો કામપાર પડી જાય તો કશુ બોલવાના નથી અને લાભલેનાર લાભાર્થી પણ બોલવાના નથી જેથી તેરી બી ચુપ મેરી બી ચુપ રહે પરંતુ આ બહુચર્ચિત ઓડિયો જેમા નાણાકીય વ્યવહારો માંગણી વગેરે મુદા ઉભરી આવ્યા છે તે તો કદાચ કોઇના અસંતોષનુ જ કારણ હોઇ શકે છે, નહી તો ટીપીઓમા ભ્રષ્ટાચાર એ એક વ્યવસ્થા છે અને અમુક કાબેલ કે ચબરાકો કોઇ ભ્રષ્ટાચારના આધારે અનેક બીજા કામ કઢાવતા હોય કે કોઇ બીજા લાભ મેળવતા હોય તો પણ નવાઇ નહી કેમકે લેણદેણ વર્ષોથી ચાલે છે જે વ્યાપક છે કે સિમિત તેની સમીક્ષા થવી ઘટે અને બીજી તરફ અન્ય ખોટી કાર્યપદ્ધતિથી લેવાઇ રહેલા લાભ કે આવી અન્ય ઓડીયો વિડીયો જે દબાયેલી હોય અમુક પાસે જ હોય અને જેના આધારે કામ કઢાવાતા હોય તો તે બાબત પણ તપાસ નો વિષય છે,
એક વાત તો પાકી કે જો આ ઓડીયો એક વર્ષ જુની હોય તો ત્યારથી આવુ જ ચાલે છે હિસાબ કિતાબ થાય તો જ કામના નિકાલ થાય છે, અને એકલ દોકલ શોકોઝ નુ નાટક રચાય છે કેમકે નગરના અનેક લોકો જે વાત જાણે છે તે વાત અધીકારીઓ ન જાણતા હોય તેવુ માનવા ને કોઇ કારણ નથી આ માટે શાખાના વડા અને વડાની તરત નીચેના બેઉ આવી બાબતે પ્રથમ જવાબદાર ગણી શકાય તેમ છતા હજુ જોઇએ કે જેમને પગલા લેવાની અને પગલા લેવડાવવાની સતા છે તેઓ શુ કરે છે અને ક્યુ વલણ આવી ભ્રષ્ટતા સામેલ છે?