Mysamachar.in-જામનગર:
એક બાજુ સરકાર પારદર્શક વહીવટની વાતો કરી રહી છે ત્યારે સરકારના જ ભ્રષ્ટ તંત્ર દ્વારા સરકારી આવક બંધ કરવામાં ભૂંડી ભૂમિકા ભજવીને મોટાપાયે સરકારી તિજોરીને નુકશાન કરવામાં આવી રહ્યું હોવાનો જામનગર ખાણ-ખનીજ વિભાગના નાક નીચે રેતીની ખનીજ ચોરીનો મામલો સામે આવતા ભાંડાફોડ થયો છે,
રેતીની ખનીજ ચોરીના ચર્ચાસ્પદ પ્રકરણમાં કૌભાંડની સાંકળ કેવી રીતે ચાલી રહી છે,તેના એક પછી એક રહસ્યો બહાર આવી રહ્યા છે,જેમાં જોડીયા તાલુકામાં ઉંડ નદી પર કાયદેસરની ત્રણ લીઝ આપવામાં આવી છે અને આ લીઝની આસપાસ રેતી ચોરી થતી હોવાથી તંત્ર દ્વારા તેવું માનીને લીઝ ધારકોને દંડ ફટકાર્યો છે કે,તમે રેતીચોરી કરેલ છે અને લીઝ બંધ કરાવી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે,
પરંતુ લીઝધારકોએ તેમની આજુબાજુમાં રેતીચોરી થતી હોવાની લેખિતમાં જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી ન કરીને ઉલ્ટા ચોર કોટવાલ કો દંડે તેમ લીઝધારકો સામે કાર્યવાહી કરાઇ છે,
રાજકીય ઇશારે આવી ગતિવિધિઑ કરીને પાછળથી રેતીચોરી કરતા ખનીજ માફિયાઓને પ્રોત્સાહન આપી રાજ્યની તિજોરી પર રોજનો લાખોનો ફટકો પડી રહ્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે,કેમ કે કાયદેસરની લીઝ હાલ બંધ થતાં જોડીયામાંથી ૧ ટનના ૫૦ રૂપિયા લેખે રોજની અંદાજે લાખોની રોયલ્ટીની આવક પર ફટકો પડી રહ્યો હોવાનું જાણકારો માની રહ્યા છે,
આમ સરકારી તંત્ર જ રેતી ચોરી કરતા ખનીજ માફિયા તત્વો સાથે સાંઠ-ગાંઠ કરીને રેતી ચોરી કરાવીને નદીઓને ખેદાન-મેદાન કરવાનું મહાપાપ કરવા ઉપરાંત રાજ્યની તિજોરીને પણ મોટાપાયે નુકશાન કરવામાં આવી રહ્યું હોવાની ચર્ચા વચ્ચે જોડીયા રેતીની ખનીજ ચોરી કૌભાંડ દિવસેને દિવસે વિવાદાસ્પદ બનતું જાય છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.
























































