Mysamachar.in-જામનગર:
સામાન્ય રીતે લોકો મેડિકલમાં દવા લેવા જતાં હોય છે અને પોલીસ કર્મચારી પણ મેડિકલમાં દવા લેવા દોડી જતા હોય છે,પરંતુ આ વખતે પોલીસ દવા લેવા નહી પરંતુ મેડિકલ એજન્સીમાં દારૂ રાખેલ હોય તે લેવા દોડી જઈને જામનગર મેડિકલ એજન્સીમાંથી બે શખ્સોને એક બોટલ સાથે ઝડપી પાડ્યા છે,
મળતી વિગત મુજબ જામનગર ઓશવાળ હોસ્પિટલ નજીક આવેલ મીરા મેડિકલ એજન્સીમાં દારૂની બાતમીના આધારે પોલીસએ દરોડા પાડ્યા હતા અને પોલીસ જ્યારે મેડિકલ એજન્સીમાં ગઈ ત્યારે સ્વાભાવિક છે કે,દવા લેવા દોડી ગઈ હશે પરંતુ પોલીસ દવા લેવા નહીં પરંતુ મેડિકલ એજન્સીમાં બે શખ્સો પાસે એક બોટલ દારૂ પકડવા ગઈ હતી,
આ મેડિકલ એજન્સીમાંથી જતીન ભરતભાઇ અને દેવાંશું કિશોરભાઇ દવેના કબ્જામાંથી ઇંગ્લિશ દારૂની એક બોટલ કબ્જે કરીને બંનેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે,
આમ જામનગર મેડિકલ એજન્સીમાં દવા ઉપરાંત દારૂ મળી આવતા ચકચાર જાગી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.