mysamachar.in-જામનગર:
શ્રી રામચંદ્ર મિશન, સહજ માર્ગ પધ્ધતિથી છેલ્લા 70 કરતાં વધુ વર્ષોથી નિશુલ્ક રીતે આશરે 130 જેટલા દેશોમાં ૧૦,૦૦૦થી વધુ પ્રમાણિત પ્રશિક્ષકો દ્વારા નિશુલ્ક રીતે ધ્યાન શીખવવામાં આવે છે. ધ્યાનની સમગ્ર પ્રક્રિયા ખૂબ જ સરળ છે અને આથી તેનો ઉપયોગ કોઈ પણ ઉમરના કોઈ પણ કોઈ પણ જાતિ કે ધર્મના લોકો કરે છે અને આ બાબત હાર્ટફૂલનેશ ધ્યાનની પધ્ધતિના પ્રત્યક્ષ અનુભવ દ્વારા જ સાબિત શકે છે.
‘સ્વ’ સાથે લય પામવાના હેતુથી કરવામાં આવતા હાર્ટફૂલનેશ ધ્યાનની કોઈ આડઅસર નથી અને ધ્યાનના પ્રારંભિક ફાયદાઓ પૈકી તાણ નિવારણ, કાર્યદક્ષતામાં વધારો, આંતરિક ખુશીની ઓળખ, એકાગ્રતામાં વધારો, શાંત ઊંઘ, બ્લડ પ્રેસર પર કંટ્રોલ, રોજબરોજના કાર્યોમાં નિયમિતતા છે.
આજના વોટ્સ – એપ અને ફેસબુકના યુગમાં સરકારી કર્મચારીઓ પૈકી અમુક ભારે તણાવગ્રસ્ત રહે છે અને તેથી સરકારી કાર્યો પર તેની અસર પડે છે અને સરકારી કર્મચારીઓની બિનકાર્યક્ષમતાની અસર સમગ્ર દેશ નિર્માણ પર પડે છે. આથી જ શ્રી રામચંદ્ર મિશન, હાર્ટફૂલનેશ ઇન્સ્ટીટ્યુટ દ્વારા સરકારી કર્મચારીઓ માટે સહજતાથી ધ્યાન કરી શકે તેવા ગવર્નમેંટ કનેક્ટ નામના કોર્ષનું નિર્માણ કરવામાં આવેલ છે જેના નેશનલ કો-ઓરડીનેટર સતબીર બક્ષી છે.
તારીખ 17મી નવેમ્બર થી 29 નવેમ્બર સુધી સતબીર બક્ષી સૌરાષ્ટ્ર કચ્છની મુલાકાત કરેલ હતી તેમાં તેઓએ જામનગરમાં જામનગર મહાનગર પાલિકા, સૈનિકસ્કૂલ બાલાચડી, ઇન્કમ ટેક્ષ ડિવિજન, જામનગર અને ડિફેન્સ સહિત લગભગ પચીસેક જેટલી સરકારી – લશ્કરી સંસ્થાઓમાં એક થી લઈને ત્રણ ધ્યાન પ્રસિક્ષણ બેઠકો કરેલ છે.
જામનગર મહાનગર પાલિકાના કમિશનર આર. બી. બારડ,મુકેશ કુંભારાણા તથા સિટી એંજિનિયર શૈલેષ જોષી, મુકેશ વરણવા,દિનેશ છ્ત્રલા, ઋજુતા ભટ્ટ વગેરે સાથે સમગ્ર શિબિરમાં પ્રત્યક્ષ ભાગ લીધેલ હતો અને આ શિબિરને બિરદાવી હતી અને મહાનગર પાલિકાના દરેક કર્મચારીઓના લાભાર્થે આવી શિબિરો ભવિષ્યમાં પણ રોજીંદી રીતે કરાય તો કર્મચારીઓમાં કાર્યભારને ઉમંગથી ઉપાડવાની અને ફરજો હસીને પૂર્ણ કરવાની ભાવનાનો વિકાસ થશે તેવું જણાવેલ હતું.
હાલાર ક્ષેત્રમાં જામનગર, ઉપરાંત સિક્કા, ખંભાળિયા, મેઘપર ટિટોડી, નંદાણા, ભાડથર જેવા ગામોમાં હાર્ટફૂલનેશ ધ્યાનના કેન્દ્રો તથા તેના અધિકૃત પ્રશિક્ષકો મોજૂદ છે અને છેલ્લા લગભગ 27 થી વધુ વર્ષોથી હાલાર ક્ષેત્રના લગભગ 2000 થી વધુ વ્યક્તિઓએ સંપૂર્ણ નિશુલ્ક રીતે અંગત તથા સામુહિત તાલીમ મેળવી હાર્ટફૂલનેશ ધ્યાન શિખેલ છે. અભ્યાસના કારણે સ્ટ્રેસ અનુભવતા વિધ્યાર્થીઓ તથા ગૃહિણીઓ માટે ખૂબ જ ઉપયોગી તેવું હાર્ટફૂલનેશ મેડિટેશન જામનગરમાં પટેલ કોલોની શેરી નંબર ૫ માં આવેલ ધ્યાન કક્ષ ખાતે આવેલ ધ્યાન કક્ષમાં વ્યક્તિગત તથા સામૂહિક શિબિરો દ્વારા સંપૂર્ણ રીતે નિશુલ્ક રીતે શીખવવામાં આવે છે અને રોજબરોજના કાર્યો તથા સામાજિક, પારિવારિક જીવન જીવતા જામનગરના અનેક રહીશો અહી ધ્યાનની રોજીંદી રીતે તાલીમો લઈ રહ્યા છે.
તાજેતરમાં જામનગરમાં યોજાયેલ કાર્યક્રમોના જામનગર કેન્દ્રના સંયોજક આર્કિટેક સચિન વ્યાસ તથા તેની ટિમના સભ્યોએ સંપૂર્ણ યોગદાન તથા કોર્ડીનેશન કરીઆપેલ હતું અને હજુ પણ ટુકા ભવિષ્યમાં ગુજરાતનાં ખેલાડીઓ, આરોગ્ય કર્મચારીઓ, સિવિલ સિક્યુરિટી, કોર્પોરેટ કંપનીઓ, સરકારી – બિનસરકારી સ્કૂલો, શિક્ષકો,બેન્કોના ટ્રેનીંગ સેન્ટરોમાં પધ્ધતિસર રીતે હાર્ટફૂલનેશ ધ્યાનની પધ્ધતિથી ધ્યાન પધ્ધતિથી ધ્યાન કરાવી અનેકોનેક લોકોને ધ્યાન દ્વારા આંતરિક ખુશી આપવા સમગ્ર ગુજરાતની હાટફૂલનેશ ટિમ તૈયાર થઈ રહી છે અને આવામાં ગુજરાતનો હેપ્પીનેશ ઈન્ડેક્ષ ઉપર આવવાની પ્રબળ શક્યતાઓ રહેલી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.
			
                                
                                
                                



							
                