mysamachar.in-જામનગર
હાલારમાં દુષ્કાળની પરિસ્થિતિ વચ્ચે સિંચાઈનું પાણી ન મળતા ખાસ કરીને કપાસ અને મગફળીના પાક પર નુકશાનીની અસર જોવા મળી છે, ખેડૂતોમાં પણ આ વર્ષ કાઢવું આકરું લાગી રહ્યું છે તેવામાં હાલારમાં વધુ એક ખેડૂતએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યોનો બનાવ સામે આવ્યો છે,
દેવભૂમિ દ્વારકા જીલ્લામાં કલ્યાણપુર અને દ્વારકા તેમજ જામનગર જીલ્લામાં ધ્રોલ અને જોડીયા તાલુકાને સરકારે અપૂરતા વરસાદના કારણે અછતગ્રસ્ત જાહેર કર્યા છે ત્યારે સમગ્ર હાલારમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ જોવા મળી છે અને ખેડૂતોને સિંચાઇ માટે પાણી મળવામાં મુશ્કેલી પડતાં ખેતરમાં ઊભો પાક મુરજાઈ રહ્યો હોવાથી ખેડૂતોને જીવ બળી રહયો છે,આ જોઈ ન શકતા તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેહ ગામના ખેડૂતે મોત મીઠુ કરી લીધાનો બનાવ બન્યા બાદ દ્વારકા તાલુકાના ધ્રાસણવેલ ગામના દલીત ખેડૂતે આપઘાતના પ્રયાસ કર્યાનો બનાવ બનતા હાહાકાર મચી ગયો હતો,
દરમ્યાન આજે જામનગર તાલુકાનાં વાગડીયા ગામે હિતેષભાઈ દૂધાગરા નામના પટેલ ખેડૂતએ ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કરતા તાત્કાલીક હોસ્પીટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવેલ છે,
આ બનાવ અંગે ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કરનાર ખેડુતના પરિવારજનોના જણાવ્યા મુજબ કપાસનો પાક નિષ્ફળ જવાના કારણે લાગી આવતા આવું પગલું ભર્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે ત્યારે તંત્ર પણ દોડતું થઈ ચૂક્યું છે અને બનાવ અંગે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરાઇ રહી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.