mysamachar.in-જામનગર
ગુજરાત સરકારના કમાઉ દીકરા તરીકે જેનું નામ મોખરે લેવામાં આવે છે તેવા R.T.O. વિભાગ આમ જોઈએ તો કોઈના કોઈ રીતે વિવાદમાં રહેવા માટે જાણીતો છે,અને પ્રજામાં જોઈએ તેવી સારી છાપ R.T.O.ની જોવા મળતી નથી તેવામાં જામનગર R.T.O.કચેરીમાં ચાલતી અનેક પોલમ પોલનો માહિતી અધિકારના કાયદામાં ખુલાસાઓ થતા ફરી એક વખત જામનગરની R.T.O. કચેરી વિવાદમાં આવે તો નવાઈ નહિ…
હાલની રાજ્ય સરકાર પારદર્શક અને સંવેદનશીલ વહીવટના દાવો કરવામાંથી ઉચી નથી આવતી તેવામાં જામનગર R.T.O.કચેરીમાં સી.સી.ટી.વી. કેમેરા લગાડવામાં આવ્યા છે,પરંતુ તેનું બેકઅપ જ રાખવામા આવતું નથી,અને R.T.O. કચેરીમાં ફરજ બજાવતા અધિકારી,કર્મચારીનું ડ્યૂટી રજીસ્ટર પણ રાખવામા આવતું ન હોવાનું માહિતીના કાયદા હેઠળ ખુલવા પામ્યું છે,
જ્યારે જામનગર R.T.O. કચેરીના ઈન્સ્પેકટરો અને A.R.T.O અધિકારીની ભરતીની સાલથી HGV/HPG ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવે છે કે કેમ તે માહિતી અરજદાર દ્વારા માંગવામાં આવતા R.T.O.દ્વારા આ બાબત ગોપનીય બાબત હોવાનું જણાવી માહિતી આપવાનું ટાળી દેવામાં આવ્યાનો પણ અરજદાર નો આક્ષેપ છે,
ત્યારે સરકારનો પગાર લેતા અને R.T.O.માં ફરજ બજાવતા અધિકારી HGV/HPG લાયસન્સ ધરાવતા ન હોય તેવી શંકા જન્મે છે,વધુમાં જામનગર R.T.O કચેરીમાં સ્પીડ ગવર્નરનું કાર્ય હાલ કોમ્પ્યુટરરાઇઝ થયેલ છે,ત્યારે ગત વર્ષ કેટલા વાહનોમાં સ્પીડ ગવર્નરના મુકવામાં આવ્યા છે,તેનો મેન્યુલ રેકોર્ડ જ R.T.O કચેરીમાં ઉપલબ્ધ નથી કે માહિતી છે નહિ કે આપવી નથી તેવું પણ સામે આવ્યું છે,
જ્યારે જામનગર R.T.O સહિત રાજ્યની મોટા ભાગની R.T.O કચેરી દ્વારા લર્નીગ લાયસન્સ ફી સાથે ડ્રાઇવિંગ લાયસન્સની તમામ ફી વસૂલવામાં આવતી હોવાનુ સામે આવ્યું છે…જેમાં લર્નીગ લાયસન્સ કઢાવવાની સાથે પાકા લાયસન્સની ફી પેટે ગત વર્ષે ૬૭ લાખ અને આ વર્ષે ૬૯ લાખ જેવી રકમ એડવાન્સ વસૂલી લેવામાં આવી છે,તેવામાં લર્નીગ બાદ ડ્રાઇવિંગ લાયસન્સ ન કઢાવનારની ફી બાબતનું કોઈ રેકર્ડ રાખવામા આવતું નથી તેવું ખુલવા પામ્યું છે,
જામનગર R.T.O અધિકારી પાસે માહિતી માંગવા છતાં અધૂરી અને અપૂરતી માહિતી આપ્યા બાદ અરજદાર કલ્પેશ આશાણી અપીલમાં જતાં જામનગર R.T.O કચેરીમાં ચાલતી લાલીયાવાડીનો મોટા ગોટાળા સામે આવ્યા છે ત્યારે સરકારના પારદર્શક વહીવટના દાવા વચ્ચે R.T.O કચેરીની વધુ એક વખત પોલ છતી થઇ જવા પામી છે,જો ખરેખર પારદર્શક વહીવટ જ ચાલતો હોય તો માહિતી પર ઢાકપીછાડો શા માટે કરવામાં આવી રહ્યો છે તેવો આક્ષેપ પણ અરજદાર દ્વારા કરવામાં આવ્યો છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.