mysamachar.in-જામનગર:
જામનગર શહેરમાં કમરતોડ ટેક્સના વધારા સામે ઘણા સમયથી વિપક્ષ દ્વારા કાગારોળ મચાવીને આજે કોર્પોરેશનના જનરલ બોર્ડમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વિપક્ષ દ્વારા હલ્લાબોલ કરવામાં આવતા અફડા-તફડી મચી જવા પામી હતી,અને જોરશોરથી છેલ્લા ઘણા સમયથી ટેક્સ મામલે દેકારો બોલાવ્યા બાદ આજે જનરલ બોર્ડમાં પ્રવેશ પાસનો મુદ્દો હોટ ફેવરીટ બની જતાં ટેક્સનો મુદ્દો ભુલાઈ ગયો હોય તેમ લાગ્યું હતું,
જામનગર મનપા ગબ્બરસીંગ ટેક્સ પાછો ખેચે તેવા વિપક્ષના વિરોધને સત્તાના જોરે અવગણીને બહુમતીથી એજન્ડા પાસ કરી મેયરએ જનરલ બોર્ડ સમાપ્ત કરી નાખ્યાનો વિપક્ષે આક્ષેપ કર્યો હતો,અને વિપક્ષે બોર્ડનો કબ્જો સંભાળીને ડમી જનરલ બોર્ડ ચલાવ્યું હતું,જામનગર કોર્પોરેશનમાં આજે જનરલ બોર્ડની શરૂઆત થતાં ધારાસભ્ય વલ્લભભાઈ ધારવિયા,વિક્રમભાઈ માડમ અને બીપેન્દ્રસિંહ આગળની ખુરશીઓમા બેસી ગયા હતા ત્યારે બોર્ડ ઉપરથી મેયરએ જેની પાસે એન્ટ્રી પાસ હોય તે જ બોર્ડમાં બેસે તેવી ટકોર કરતાં બીપેન્દ્રસિંહએ પોતાની ઉપર આ મામલો લઈને ચર્ચા કરી રહ્યા હતા ત્યારે પાછળથી શાશક પક્ષના જ કોર્પોરેટર રચનાબેન નંદાણિયાએ બોર્ડમાં નાહકની બિનજરૂરી ચર્ચાનો વિરોધ કરીને વોકઆઉટ કર્યો હતો,
દરમ્યાન એન્ટ્રી પાસના મુદ્દે મેયર ટસનામસ ન થતાં વિપક્ષ દ્વારા વેલમાં ઘસી આવીને જોરદાર વિરોધ કર્યો હતો જેથી ગબ્બરસીંગ ટેક્સનો આખો મામલો ભુલાઈ ગયો હતો અને એન્ટ્રી પાસનો મુદો મુખ્ય બની ગયો હોય તેવું વાતાવરણ જોવા મળ્યું હતું.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.