mysamachar.in-જામનગર:
આમ તો પોલીસને પ્રજાનો રક્ષક કહેવામા આવે છે પણ આ રક્ષક ભક્ષક બની જાય તો શું થાય તેનો એક વિડીયો જામનગરમાં સામે આવ્યો છે વાત જાણે એવી છે કે બે દિવસ પૂર્વે જામનગર એલસીબીએ દરેડ અને દિગ્વીજય પ્લોટ વિસ્તારમાથી મોટા પાયે નકલી તમાકુનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને એ જ દિવસે ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં આવેલ આર.કે ટ્રેડિંગ નામની પેઢી પર એલસીબીનો પોલીસકર્મી મિતેશ પટેલ ત્યાં પહોચ્યો હતો અને વેપારી સાથે વાતચીત કરતાં કરતા અચાનક તેને એક બાદ એક ફડાકા ઝીંકવા લાગ્યો હતો,
આ સમગ્ર ઘટના દુકાનમાં રહેલા અલગ અલગ બે સીસીટીવી કેમેરાઓમાં કેદ થઈ જતાં આ વિડીયો છે તે જામનગરમાં વાઇરલ થયો છે અને આજે જામનગર વેપારી મહામંડળની આગેવાની હેઠળ એલસીબીના પોલીસકર્મીના મારનો ભોગ બનનાર વેપારી સહિત મોટી સંખ્યામાં વેપારીઓ જીલ્લા પોલીસ વડાને આ મામલે યોગ્ય પગલાં લેવા રજૂઆત કરી હતી, વેપારી પર પોતાની જ દુકાનમા પોલીસના આ કૃત્ય અંગે જામનગરના વેપારી આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે,
એસપી શરદ સિંઘલ શું કહે છે…
જામનગર ગ્રેઇન માર્કેટના વેપારીને એલસીબીના પોલીસ કોન્સટેબલ દ્વારા માર મારવાના બનાવ મામલે my samachar.in દ્વારા એસપી શરદ સિંઘલની પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે તેમણે કહ્યું કે,કાયદો બધા માટે સમાન છે અને આ મામલમાં કોન્સટેબલ વિરુદ્ધ સિટી-બી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધવા માટે જરૂરી સૂચનાઓ આપી દેવાઈ છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.