mysamachar.in-જામનગર:
હાઇકોર્ટના આદેશના પગલે તાજેતરમાં જ જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં ટ્રાફિક ઝુંબેશ શરૂ કરીને જાહેર રસ્તાની આજુ-બાજુમાં અડચણરૂપ દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી જેના જમનગરમાં જોઈએ તેવા પરીણામો મળ્યા ન હતા જ્યારે આજે જામનગર શહેરના પ્રાંત અધિકારી એચ.એમ.સોલંકીની આગેવાની હેઠળ જામનગર શહેરમાં જાહેર રસ્તાની આજુબાજુમાં અડચણ ઊભા કરતાં દબાણો ઉપર ફરીથી ધોકો પછાડીને તૂટી પડી અડચણરૂપ દબાણની કામગીરીનો શુભારંભ કરાયો છે,
આજે જામનગર શહેરના પ્રાંત અધિકારી એચ.એમ.સોલંકીની આગેવાની હેઠળ જામ્યુકોના એસ્ટેટ વિભાગના સ્ટાફ શહેર મામલતદાર અને પોલીસને સાથે રાખીને શહેરના શરૂ સેક્શન રોડની આજુ-બાજુમાં જે આમ પ્રજાને નડતરરૂપ હોય અને વાહનો રાખવામા પણ મુશ્કેલી પડતી હોય તેવા હોટલોના દબાણો પર તૂટી પડીને રસ્તાની આજુ-બાજુના દબાણો દૂર કરવાની કામગીરીનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે,જામનગર શહેરના પ્રાંત અધિકારી એચ.એમ.સોલંકીએ જણાવ્યુ હતું કે શહેરમાં જાહેર રસ્તાની આજુ-બાજુમાં દબાણો હોવાના કારણે પ્રજાને તેમજ વાહન ચાલકોને મુશ્કેલી પડી હોય આવા દબાણો દૂર કરવાની કામગીરીનો શરૂ સેક્શન રોડ પરથી શરૂ કરવામાં આવી છે જે સમગ્ર શહેરમાં હાથ ધરવામાં આવશે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.