mysamachar.in-જામનગર:
જામનગર શહેર ગાયનેકોલોજીસ્ટ તથા ઓબ્સ્ટેટ્રીક્સ તથા તેની સંલગ્ન શાખાઓ જેવી કે વંધ્યત્વ સારવાર,ફિટલ મેડીસન,લેપ્રોસ્કોપી (દુરબીનથી થતી સારવાર) જેવી વિશેષ સારવારમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં મોખરાનું સ્થાન ધરાવે છે,સતત આધુનિક સારવાર અત્રેના દર્દીઓને મળી રહે તે માટે જામનગર ઓબ્સ્ટેટ્રીશીયન્સ તથા ગાયનેકોલોજીસ્ટ સોસાયટી સદા તત્પર રહે છે,
જામનગર ખાતે તા ૫-૬-૭ ઓક્ટોબર-૨૦૧૮ ના રોજ સમગ્ર ગુજરાત રાજ્યના ગાયનેકોલોજીસ્ટ તથા ઓબ્સ્ટેટ્રીશીયન્સની વાર્ષિક કોન્ફરન્સ આવતી કાલથી ત્રિદિવસીય આયોજન કરાયું છે,આ કોન્ફરન્સમાં ગુજરાત તથા ગુજરાત બહારથી ૬૦૦ વધારે ગાયનેકોલોજીસ્ટ સતત ત્રણ દિવસ સુધી પોતાના અનુભવોની આપ-લે કરશે,નવા-નવા સંશોધનો તથા સારવારની નવીનતમ પદ્ધતિઓ બાબતે જાણકારી મેળવશે
આ સમગ્ર આયોજન જામનગર ઓબ્સ-ગાયનેક સોસાયટી દ્વ્રારા ડો.દિપક ભગદે,ડો.દિપ્તી વ્યાસ,ડો.નીતા માંઢાઈ સાતા,ડો.નલીની આનંદ તથા ડો.નિલેશ ગઢવી,તેમજ ડો.કલ્પનાબેન ભટ્ટની આગેવાની હેઠળ કરવામાં આવેલ છે,તેમની સાથે જામનગર,ખંભાળીયા તથા દ્વારકા ના પણ તમામ ઓબ્સ્ટેટ્રીશીયન્સ તથા ગાયનેકોલોજીસ્ટ પણ સતત જહેમત ઉઠાવી રહેલ છે,
તા.૫ ઓકોબારના રોજ બે વર્કશોપની તડામાર તૈયારીઓ કરી લેવામાં આવેલ છે,સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત થ્રી-ડી લેપ્રોસ્કોપી (દુરબીન)દ્વારા ઓપરેશનો એક સાથે ત્રણ લાઈવ થ્રી-ડી ઓપરેશન થીયેટરમાથી શારદા ઓડિટોરીયમ ખાતે જીવંત પ્રસારણ કરવામાં આવશે,આ માટે દરેક ડેલીગેટ ખાસ થ્રી-ડી ગ્લાસીસ પહેરીને ખાસ સ્ક્રીન પર લાઈવ નિહાળશે,એક્સપર્ટ લેપ્રોસ્કોપી સર્જન તરીકે ડો.રાજેશ મોદી (નાણાવટી હોસ્પીટલ),ડો.સંજય પટેલ(મેફ્લાવર હોસ્પીટલ),ડો.દિપક લીંબાચીયા (ઈવા હોસ્પીટલ)તેમનું આગવું જ્ઞાન તથા ઓપરેશનો દર્શાવશે,
આજ દિવસે હોટલ આરામ ખાતે ‘ફીટલ મેડિસિન વર્કશોપ’ નું આયોજન કરવામાં આવેલ છે,જે વર્કશોપમાં ઇન્ડીયન સોસાયટી ઓફ ફીટલ મેડિસિનના પ્રમુખશ્રી ડો.અશોક ખુરાના,આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ચેન્નઈ ખાતેના મેડિસ્કાન સેન્ટરના વડા ડો.એસ.સુરેશ,મુંબઈથી ડો.ચંદર લુલ્લા,તેમજ ગુજરાત ફીટલ મેડિસિન સોસાયટીના અત્યંત ખ્યાતિ પ્રાપ્ત ડો.બી.આઈ.પટેલ તેમજ ડો.પ્રશાંત આચાર્ય અને અન્ય ખ્યાતનામ ડોક્ટર્સ તેમના અનુભવો જણાવશે,
જામનગરની શ્રી એમ.પી.શાહ મેડિકલ કોલેજ ખાતે ગાયનેકોલોજી અને ઓબ્સ્ટેટ્રીક્સ સ્પેશીયાલીટીની શરૂઆત જુલાઇ-૧૯૬૫ ટીન થઈ ત્યારથી અત્યાર સુધી આ સ્પેશીયાલીટી માં જે જે વિદ્યાર્થીઓએ અભ્યાસ કર્યો તથા વિવિધ પ્રોફેસરોએ પોતાની સેવાઓ આપી તે તમામની એક ખાસ મીટીંગ ‘જામનગર ગાયનેક એલ્યુમની મીટ’તા.૫ ના રોજ આયોજીત કરવામાં આવેલ છે જે દરમ્યાન ભુતપૂર્વ વિભાગના વડાઓનું સન્માન કરવામાં આવશે,
આ કાર્યક્રમમાં સમગ્ર ભારત દેશના આશરે ૩૬,૦૦૦ થી વધારે ગાયનેકોલોજીસ્ટના પ્રમુખ જામનગર એમ.પી.શાહ મેડીકલ કોલેજ ગાયનેકોલોજી વિભાગના એલ્યુમની,જામનગર-ગુજરાતનાં ગૌરવ સમાન ડો.અલ્પેશ ગાંધી(FOGSI પ્રેસિડેન્ટ)નું ખાસ સન્માન કરવામાં આવશે,
આ ત્રિદિવસીય કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર ગુજરાત ઓબ્સ્ટેટ્રીક્સ તથા ગાયનેકોલોજી સોસાયટી (SOGOG) ના પ્રમુખ ડો.તુષાર દેસાઇ તેમજ કન્વીનર ડો.દિલીપ ગઢવી તેમજ ચીફ ઓર્ગેનાઇઝીંગ કમીટીના પ્રમુખ ડો.દિપક ભગદે,ડો.દિપ્તી વ્યાસ તથા ઓર્ગેનાઇઝીંગ સેક્રેટરી ડો.નીતા માંઢાઇ સાતા,ડો.નલીની આનંદ,ડો.નીલેશ ગઢવી,ચીફ વર્કશોપ કો-ઓર્ડિનેટર ડો.કલ્પનાબેન ભટ્ટ એમ સમગ્ર જામનગર ઓબ્સ્ટેટ્રીક્સ અને ગાયનેકોલોજીસ્ટ સોસાયટીના સભ્યો જહેમત ઉઠાવી રહેલ છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.