mysamachar.in-જામનગર
આ વર્ષ ચોમાસાની ઋતુમાં ખુબ જ ઓછો વરસાદ પડ્યો અને ખાસ કરીને સૌરાષ્ટ્ર સહીત જામનગરના ખેડૂતોની હાલત ભારે કફોડી છે,ક્યારેક મગફળી અને કપાસના પોષણક્ષમભાવોના મળે તો ક્યારેક લસણ અને ડુંગળી ના ભાવોના મળે તો ખેડૂતોની દશા કેવી થાય તે સમજી શકાય તેમ છે,
વાત જામનગરના બજરંગપુરગામના ખેડૂતોની કરવામાં આવે તો આ ગામ આસપાસના કેટલાય ખેડૂતો લસણ અને ડુંગળી નું વાવેતર કરે છે,પણ અત્યારે સ્થિતિ એવી છે કે ખેડૂતોને લસણના કિલો એ એક થી બે રૂપિયા માંડ મળે છે,ત્યારે પોષણક્ષમ ભાવોની માંગ સાથે અનોખો વિરોધ દર્શાવ્યો હતો,બજરંગપુર ગામના ખેડૂતો એ લસણ અને ડુંગળી ગામના ઘેટાબકરાને ખવડાવી દઈ અને અનોખો વિરોધ પ્રદર્શિત કર્યો હતો.