mysamachar.in-જામનગર:
કહેવાથી સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી જામનગરની જી.જી.હોસ્પિટલમાં અનેક સુવિધાઓ નો અભાવ છે પણ આ અભાવ વચ્ચે ભગવાનભરોસે જી.જી.હોસ્પિટલનું ગાડું ગબડી રહ્યું છે,હોસ્પિટલની કેટલીય મશીનરી એવી છે કે જે વર્ષમાં કેટલીયવાર બંધ થાય અને તેને ચાલુ થતા તો દિવસો લાગી જાય,
એવામાં આ હોસ્પિટલમાં રોજિંદા મુલાકાત લેનાર લોકોને ખબર જ હશે કે ઈમરજન્સી હોય દર્દી જીવનમરણ વચ્ચે ઝોલા ખાતો હોય તો દર્દીઓના સગાસબંધીઓ ને સ્ટ્રેચર અને વ્હીલચેર શોધવા નીકળવું પડે,અને પછી જયારે સ્ટ્રેચર આવે ત્યારે તેની હાલત કેવી હોય તેનાથી રોજીંદી મુલાકાત લેનાર લગભગ લોકો પરિચિત છે,
ત્યારે આજે અમે હોસ્પિટલની એવી તસવીરી વાસ્તવિકતા થી પરિચિત કરાવી રહ્યા છે જે જોઈને આપને આશ્ચર્ય એટલા માટે થશે કે જે સ્ટ્રેચર મા દર્દીઓને એકથી બીજી જગ્યાએ ખસેડવા જોઈએ તે સ્ટ્રેચરોનો ઉપયોગ માલસામાન ની હેરફેર માટે જી.જી.હોસ્પિટલમાં કેવી રીતે કરવામાં આવી છે તેની કેટલીક તસ્વીરો માયસમાચારના કેમેરામાં કેદ થઇ છે,એક બે નહિ પરંતુ કેટલાય સ્ટ્રેચર જે દર્દીઓને કામ નથી આવતા પણ માલસમાનની હેરફેર માટે બિન્દાસ્ત ઉપયોગ કરવામાં આવી રહ્યા છે,
અને જયારે ખરા અર્થમાં દર્દીઓને સ્ટ્રેચર ની જરૂરિયાત હોય ત્યારે ગોત્યા જડતા નથી,પણ આંતરિક હેરફેર નો આ ઉપયોગ કેટલો વાજબી??તે સવાલ પણ જાગૃત નાગરિકો અને દર્દીઓ અને તેના સબંધીઓમા ઉઠી રહ્યો છે.
			
                                
                                
                                



							
                