mysamachar.in-જામનગર:
જામનગર ના ધ્રોલ નજીક રાજકોટ હાઈવે પર ભોલેનાથ રેસ્ટોરન્ટ આવેલ છે,આ રેસ્ટોરન્ટમાં ધ્રોલના જ રહીશ બ્રિજરાજસિંહ નીરૂભા જાડેજા નામનો શખ્સ જમવા માટે ગયો હતો જ્યાં ફરિયાદી ભોલેનાથ રેસ્ટોરન્ટના સંચાલક ધવલ જેન્તીભાઈ પટેલ એ બ્રિજરાજસિંહ ને જમવાનું પુરુ થઇ ગયાનું જણાવતા ઉશ્કેરાયલ બ્રિજરાજસિંહ જાડેજા એ ધવલભાઈ ને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી અને રેસ્ટોરન્ટમા પોતાની અલ્ટોકાર ચઢાવી દઈ અને ટેબલખુરશી સહિતની ચીજવસ્તુઓને નુકશાની પહોચાડ્યા ની ફરિયાદ ધ્રોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
CCTV જોવા ઉપરનો વિડીયો ક્લીક કરો