my samachar.in-જામનગર
મતદાર યાદીમાં નામ નોંધવા માટે સ્ત્રીઓમાં જાગૃતિનું પ્રમાણ વધ્યું હોય તેમ ખાસ કરીને જામનગરની બે વિધાનસભા બેઠક ઉપરાંત જામજોધપુર વિધાનસભા બેઠક ઉપર પુરુષ કરતાં સ્ત્રીઓ મતદાર યાદીમાં નામ નોંધાવવા માટે મોખરે છે જામનગર જીલ્લામાં મતદાર યાદીમાં નામ નોંધાવવામાં પુરુષ કરતાં સ્ત્રીનંવ પ્રમાણ વધારે હોવાનું સામે આવ્યું છે,
જામનગર જીલ્લામાં તા.૧/૧/૨૦૧૮ની સ્થિતિએ કુલ મતદારોની સંખ્યા ૧૦,૬૮,૭૫૫ હોય ત્યારબાદ મતદાર યાદી કાર્યક્રમ દરમ્યાન વિધાનસભા પ્રમાણે મતદારોમાં ખાસ કરીને સ્ત્રી મતદારોમાં વધારો થવા પામ્યો છે,
જેમાં ૭૬-કાલાવડ વિધાનસભામાં ૯૩૭ પુરુષો સામે ૯૧૩ સ્ત્રી મતદારો નોંધાયા છે ૭૭-જામનગર બેઠક પર ૧૨૮૯ પુરુષ સામે ૧૬૩૫ સ્ત્રી મતદારો નોંધાયા છે ૭૮-જામનગર બેઠક પર ૧૦૫૪ પુરુષો સામે ૧૩૭૭ સ્ત્રી મતદારો નોંધાયા છે,૭૯-જામનગર વિધાનસભા બેઠક પર ૭૦૭ પુરુષો સામે ૯૭૫ જેટલી સ્ત્રી મતદારો નોંધાયા છે અને જામજોધપુર બેઠક પર ૧૪૯૮ પુરુષો સામે ૧૬૯૭ નવા સ્ત્રી મતદારો નોંધાયા છે,
વધુમાં જામનગર જીલ્લામાં મતદારોની સંખ્યામાં કુલ ૧૨૦૮૫ નો વધારો થયો હોય,જેમાં પુરુષો ૫૪૮૫ સામે ૬૫૯૭ સ્ત્રી માતદારોની સંખ્યામાં વધારો થવા પામ્યો છે જે અન્વયે જામનગર જીલ્લામાં તા.૧/૧/૧૯ની સ્થિતિએ કુલ ૧૦,૮૦,૮૪૦ મતદારોની સંખ્યા નોંધાઈ છે,ત્યારે ભારત ચૂંટણીપંચે નવો ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો હોય જેની જામનગર જીલ્લા કલેક્ટર રવિશંકરે પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી હતી નવો કાર્યક્રમ તા.૧/૯/૧૮ થી તા.૧૫/૧૦/૧૯ દરમ્યાન યોજાશે અને મતદાર યાદીમાં નામ નોંધણી માટે ખાસ ઝુંબેશ પણ ચલાવવામાં આવશે ત્યારે નાગરિકોએ પણ મતદારયાદીમાં નામ નોંધવા માટે જાગૃતિ કેળવીને આગળ આવે તેવી તંત્ર દ્વારા અપીલ કરી છે,ત્યારબાદ આગામી તા ૪/૧/૨૦૧૯ ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ બાદ મતદારોની સંખ્યામાં વધારો જોવા મળશે.