mysamachar.in-જામનગર
જામનગર મહાનગરપાલિકા દ્વારા સંચાલિત ઢોરડબ્બામાં પશુઓના મોત ટપોટપ નીપજી રહ્યાનો આક્ષેપ મનપાના વિપક્ષસભ્ય દેવશી આહીર દ્વારા કરવામાં આવ્યો હતો અને તેવો એ આ મામલે મેયર કમિશ્નર સહિતનાઓને રજૂઆત પણ કરી હતી છતાં પણ રજુઆતનું કોઈ નિરાકરણ ના આવતા તેને સમગ્ર શહેરમા આ મામલે પદયાત્રાનું પણ આયોજન કર્યું હતું,પણ પદયાત્રા શરૂ થાય તે પૂર્વે જ દેવશી આહીર સહિતના કાર્યકરોની અટકાયત થઇ જતા આ યાત્રા ટલ્લે ચઢી ગઈ હતી,
વિપક્ષના આ મુદ્દા સામે હવે શાશકો ને પણ કઈક કરવું જોઈએ તેવું કદાચ લાગ્યું હશે એટલે મનપાના મેયર,સ્ટે.ચેરમેન સુભાષ જોશી સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ તેમના કહેવા મુજબ આકસ્મિક ચેકિંગ કરવા માટે ઢોરડબ્બા ખાતે પહોચ્યા હતા,સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન સુભાષ જોશી એ માય સમાચાર ને જણાવ્યું કે વિપક્ષનો આક્ષેપ ગમે તે હોય અમે જયારે ડબ્બા ખાતે પહોચ્યા ત્યારે ત્યા વિપક્ષના આક્ષેપો મુજબનું કાઈ જ જોવા ના મળ્યું હતું,અને ઢોરમાટે બધી જ કાર્યવાહી રાબેતા મુજબ ચાલી રહી હોવાનું તેમણે જણાવ્યું,
તો જયારે ઢોરનાડબ્બા ખાતે શાશકો દ્વારા કરવામાં આવેલ આકસ્મિક ચેકિંગ અંગે માય સમાચાર દ્વારા વિપક્ષના કોર્પોરેટર દેવશી આહીરની પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે તેણે આ આકસ્મિક ચેકિંગ નહિ પણ એકમાત્ર નાટક ગણાવતા જણાવ્યું કે શાશકો પહોચ્યા ત્યારે પણ સફાઈની કોઈ વ્યવસ્થા જ નહોતી,અને ઢોરડબ્બા મામલે જેને પણ ચર્ચા કરવી હોય તેને ખુલ્લો પડકાર પણ દેવશી આહીર એ ફેંક્યો છે,આમ મુદ્દો જે કાઈપણ હોય તેમા મૂંગા પશુઓનો કોઈ દોષ નથી ત્યારે શાશક અને વિપક્ષ બને એ આ મુદા થી પર રહીને માત્ર ને માત્ર મૂંગાપશુઓને ઢોરડબ્બામાં પૂર્યા બાદ તેની વ્યવસ્થાઓ સારી રીતે જળવાઈ રહે તે જોવું જોઈએ…