mysamachar.in-જામનગર
મહાનગરપાલિકા દ્વારા સફાઈ પાછળ વાર્ષિક કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવે છે પણ આ આંધણ કેટલું સાર્થક નીવડે છે તેના કિસ્સાઓ વર્ષ દરમિયાન અનેકવાર સામે આવતા રહે છે,હાલ પણ ચોમાસાની ઋતુ સાથે મિશ્ર સીઝન ચાલી રહી છે અને રોગચાળાએ પણ દેખા દીધી છે,ત્યારે જ શહેરના કેટલાય વિસ્તારોમાં સફાઈનો સદંતર અભાવ હોય તેમ લાગી રહ્યું છે,
કયાંક પાણી ના ખાબોચિયા તો કયાંક કાદવ અને કીચડ શહેરના ગ્રીનસીટી,ગોકુલનગર,સાધના કોલોની,અને કેટલાય મુખ્યરસ્તાઓ જ જાણે ગંદકીમાં ગરકાવ થઇ ગયા હોય તેમ લાગે છે,આવા પાણીના ખાબોચિયા અને કાદવકીચડ ને કારણે મચ્છરજન્ય રોગોનું તો પ્રમાણ વધે છે જ સાથે જ આસપાસના સ્થાનિકો ને ગંદકીનો સામનો કરવાનો પણ વારો આવે છે,
ત્યારે લોકો પણ ઇચ્છી રહ્યા છે કે આવા ગંદકી થી ખદબદતા વિસ્તારોમાં મનપા દ્વારા સફાઈ નું બીડું ઉઠાવવામાં આવે..