my samachar.in-જમનાગર:
જામનગરમાં,મુખ્યમંત્રી સ્વાગત ફરિયાદ નીવારણ કાર્યક્રમમાં ભાજપના જ એક પૂર્વ કોર્પોરેટરે ફરિયાદ કર્યા બાદ રેલો આવતા આજે દબાણ હટાવ શાખા દ્વારા વર્ષો જુનો દબાવેલ ગાડા માર્ગ ખુલ્લો કરવા માટે જી.આઈ.ડી.સી.ફેઈસ-3 માં આવેલ કારખાનામાં પાડતોડ કરવામાં આવી હતી,
નરેન્દ્ર મોદીના સમય માં પ્રજાના જટીલ પ્રશ્નોના નિકાલ માટે મુખ્યમંત્રી સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ શરુ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ હાલની ભાજપ સરકારે યથાવત રાખ્યો હોય જામનગર ભાજપના જ પૂર્વ કોર્પોરેટર નિલેશ કગથરાએ જી.આઈ.ડી.સી.ફેઈસ-3માં આવેલ વર્ષો જૂનો દરેડના ગાડા માર્ગમાં 11 જેટલા કારખાનેદારો દ્વારા દબાણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ કરાઈ હતી,જે અન્વયે કલેક્ટર દ્વારા સૂચના આપ્યા બાદ જી.આઈ.ડી.સી ફેઈસ-3 પાસે આજે બપોરે કોર્પોરેશનની એસ્ટેટ શાખા,જી.આઈ.ડી.સી.ના પ્રાદેશીક અધિકારી,પોલીસ સહિતના લગત વિભાગને સાથે રાખીને ઉદ્યોગકારો દ્વારા કરવામાં આવેલ વધારાના દબાણ ઉપર બુલડોઝર ફેરવીને દબાણ દૂર કરાયું હતું,
આમ જો ભાજપના જ એક પૂર્વ કોર્પોરેટર ને પોતાની ફરિયાદ નો હલ લાવવા માટે મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમ સુધી લાબું થવું પડતું હોય તો સામાન્ય અરજદારોની સ્થિતિ કેવી થતી હશે તે સમજી શકાય તેમ છે.