my samachar.in-jamnagar:
જામનગર કોર્પોરેશનના ફૂડ વિભાગને તહેવાર ટાણેજ મીઠાઈની દુકાનો ઉપર દરોડા પાડીને કરવા ખાતર કામગીરી કરતા હોય તેમ આજે માત્ર ૪ મીઠાઈની દુકાનોમાંથી અખાદ્ય ચીજવસ્તુનો જથ્થો મળી આવતા નાશ કરવાનું તરકટ કર્યું હોય તેમ લાગી રહ્યું છે,અને દરોડા દરમ્યાન ૧૭ જેટલી નામાંકિત મીઠાઈની દુકાનો જે વિદેશમાં પણ મીઠાઈ સપ્લાય કરી છે તેને માત્ર સ્વછતા બાબતે નોટિસ ફટકારીને સંતોષ માની લીધો છે પબ્લિક સબકુછ જાનતી હે! તેમ આખા વર્ષના જબરા સેટિંગના ભાગરૂપે આંખ આડા કાન કરીને ફૂડ શાખાના આ માત્ર દેખાવરૂપી તાયફાની ચોમેર ભારે ચર્ચા જાગી છે,
જામનગર ફૂડ શાખા દ્વારા શહેરની મીઠાઈની દુકાનોમાં તપાસણીના ફારસરૂપી નાટકની મળતી વિગત મુજબ આજે ત્રણબત્તીથી માંડીને સેન્ટ્રલ બેંક સુધી કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં વિજય સ્વીટ,ઇન્ડિયા સ્વીટ,સોન હલવો,કૃપા સ્વીટ નામની મીઠાઈની દુકાનમાંથી માત્ર ૧૨ કિલો મીઠાઈનો અખાદ્ય જથ્થો મળી આવતા નાશ કરવામાં આવ્યો હતો અને ફૂડ શાખાની કાર્યવાહીમાં ૧૭ દુકાનો એવી મળી જ્યાં સ્વછતા રાખવામાં આવતી ન હતી આ દુકાનોને માત્ર નોટિસ પાઠવવામાં આવી છે,
શહેરની આવી દુકાનોમાં સ્વછતા ન રાખતી હોઈ તેવી મીઠાઈની દુકાનોમાં 1)એચ.જે.વ્યાસ મિઠાઈવાલા (2)જામ વિજય ફરસાણ(3)વ્યાસ એન્ડ વ્યાસ મિઠાઈવાલા(4)દિલીપ ડેરી(5)નવલભાઈ મિઠાઈવાલા(6)જુલેખા સ્વીટ એન્ડ ફરસાણ(7)આશાનદાસ સ્વીટ(8)પરમેશ્વર સ્વીટ એન્ડ ફરસાણ(9)દિનેશ બંગાલી મિઠાઈવાલા(10)ત્રવાડી મિઠાઈવાલા(11)વ્યાસ એન્ડ વ્યાસ મિઠાઈવાલા સહીત 17 મીઠાઈની દુકાનોમાંથી ફૂડ શાખાને તેમના કહેવા પ્રમાણે કંઈ હાથ ન લાગતા માત્ર નોટીસ આપીને સ્વછતા માટે ચેતવણી અપાઈ છે,
આમ જમનગરમહાનગર પાલિકાની ફૂડ શાખા દ્વારા પહેલેથીજ શંકાના દાયરામાં કામગીરી કરતી હોવાની ચર્ચા વચ્ચે શહેરમાં પૂર્વ આયોજિત દરોડા પાડવાની કામગીરીને લઈને શહેરના પ્રબુદ્ધ નાગરીકોમા તરહતરહ ની ચર્ચાઓ ઉઠવા પામી છે.
ચેકિંગની કાર્યવાહી સમયે મીડિયાથી અંતરનું કારણ શું?
છેલ્લા કેટલાક સમય થી જયારે ફૂડ ઇન્સ્પેકટરોની ની ટિમ વિવિધ સ્થળોએ તપાસણી કરવા માટે જાય છે ત્યારે મીડિયા ને આ અંગે ની કોઈ જાણ કરવામાં આવતી નથી અને બાદમાં કોઈ મોટું તીર માર્યું હોય તેમ મીડિયાને જરૂર જણાય તેટલાજ ફોટા અને માહિતી પાછળ થી આપી દેવામાં આવે છે ત્યારે જો ખરેખર સાચી કામગીરી કરવામાં આવતી હોય તો મીડિયા થી અંતર શા માટે?