mysamachar.in-જામનગર
જામનગર મહાનગરપાલિકા નું શાશન ખરેખર ભગવાન ભરોષે ચાલી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે,સ્વભંડોળની આવક મા મર્યાદા સામે અવારનવાર કર્મચારીઓના પગાર કરવાના પણ સાંસા પડી રહ્યા છે,છતાં વિકાસકાર્યોની વણજાર વર્ણવતા શાશકો થાકતા નથી આ માસે પણ ફરી એવું જ બન્યું છે,
આ મહિને જ સ્થિતિ એવી છે કે મનપાના ૭૩૨ જેટલા ઓફીસ સ્ટાફનો પગાર જે દરમાસે મોડામા-મોડો ૧૦ તારીખ સુધીમાં થઇ જતો હોય છે તે આજ દિવસ સુધી એટલે કે ૧૩ તારીખ સુધી ના થતા કર્મચારીઓમાં મુંજવણ વધી છે,૭૩૨ કર્મચારીઓને પગાર પેટે ત્રણ કરોડ જેટલી રકમ ચુકવવાની થાય છે પણ છે સ્વભંડોળ મા કઈ છે નહિ અને સરકારમાં થી મળતી ઓકટ્રોય ની ગ્રાન્ટ પણ છેલ્લા બે માસથી ના મળતા હવે મનપાના કર્મચારીઓનો પગાર ક્યારે થશે તે સવાલ અડીખમ ઉભો છે,
સાથે જ મનપાની આર્થિક સ્થિતિ કેટલી હદે કંગાળ છે તેનો આ ઉતમ નમુનો છે,કર્મચારીઓને કરવાના પગાર નથી પણ શાશકો ના મનમાંથી લક્ઝરી પ્રોજેક્ટના સપના દુર થતા નથી ત્યારે એટલું તો ચોક્કસ કહેવું પડે કે પહેલા કર્મચારીઓના સમયસર પગાર તો કરો પછી બીજી વાતો કરજો….