mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લામાં ગતરાત્રી થી મેઘરાજા એ પોતાની તોફાની બેટિંગ શરૂ કરી હતી..જે આજે સવાર સુધી અવિરત પણ ચાલુ રહેતા જિલ્લાનું તંત્ર સાબદું હોવાનો દાવો કરવામાં આવ્યો છે…આજે સવાર થી અવિરત વરસાદની સ્થિતિ ને જોતા જીલ્લા કલેકટર રવિશંકર એ જીલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે ડીસ્ટ્રીકટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન હેઠળ તાકીદની બેઠક કરી અને જીલ્લાની સ્થિતિ અંગે ની સમીક્ષા કર્યા બાદ જીલ્લાના ચારેય ઉચ્ચ અધિકારીઓ કલેકટર,કમિશ્નર,ડીડીઓ અને એસપી એ મીડિયાને સંબોધિત કરી અને જરૂરી માહિતીઓ વર્ણવી હતી…કલેકટર રવિશંકર એ જણાવ્યું કે જિલ્લામાં આજે વરસેલો વરસાદ ખેડૂતો અને પીવાના પાણીની સમસ્યા ને રાહત આપનારો બની રહેશે..સાથે જ જિલ્લામાં અત્યારસુધીમાં માત્ર ૨૦ થી ૨૫% જેટલું જ વાવેતર થયાનું પણ કલેકટર એકહ્યું..જિલ્લામાં કોઈપણ આપતિજનક પરિસ્થતિ નું નિર્માણ થાય તો તેને પહોચી વળવા માટે તંત્ર સુસજ્જ હોવાનો દાવો પણ કલેકટર એ કર્યો છે..તો બીજી તરફ જીલ્લાના ઉંડ-૩,ઉંડ-૪ અને બાલ્મ્ભ્ડી ડેમ ૧૦૦% ભરાઈ જતા નીચાણવાળા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે..
જે બાદ મ્યુ.કમિશ્નર આંર.બી.બારડ એ પણ જામનગર શહેર મા થયેલ વરસાદ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે જામનગર શહેરને પાણી પુરુ પાડતા સસોઈ,રણજીતસાગર,ઉંડ સહિતના ડેમોમાં પાણીની નોંધપાત્ર આવક થઇ છે..તો સાથે જ શહેર મા આજે સવારે પડેલા વરસાદ ને કારણે સાતેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થતા ફાયર વિભાગ દ્વારા તે અંગેની જરૂરી કામગીરી કરવામાં આવી હતી,ઉપરાંત જે વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ફરિયાદો મળી તેનો પણ યોગ્ય રીતે નિકાલ કરવામાં આવ્યો હોવા સાથે આગામી સમયમાં જામનગર શહેરમા જો આગાહીને લઈને વધુ વરસાદ પડે કે તેના માટે મનપા તંત્ર ખડેપગે હોવાનું કમિશ્નર આર.બી.બારડ એ જણાવ્યું હતું..તો એસપી સેજુળ અને જીલ્લા વિકાસ અધિકારી એ પણ તેમના વિભાગો દ્વારા જરૂરી તમામ મદદની જે સમયે જે જરૂરિયાત ઉભી થશે ત્યાં શક્ય તમામ મદદ કરવા સાથે તેવો વહીવટીતંત્ર સાથે કદમ થી કદમ મિલાવી અને કોઈપણ આપતિજનક પરિસ્થિતિ નું સંભવત: નિર્માણ થાય તો પહોચી વળવા તૈયારી હોવાનું ઉમેર્યું હતું…
આમ આજે જીલ્લાના ઉચ્ચ અધિકારીઓની બેઠકમા તંત્રએ દાવો એ કર્યો છે કે જામનગર શહેર અને જિલ્લામાં કોઈપણ પરિસ્થિતિને બાથ ભીડવા જામનગર નું તંત્ર સુસજ્જ છે…