mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકા મા છેલ્લા અઢીદાયકાથી ભારતીય જનતા પાર્ટી નું શાશન છે..અને આ શાશન દરમિયાન ચુંટણીઓ વખતે વાયદાઓની વણજારમાં દૈનિક પાણી આપવાનો વાયદાઓ વર્ષોથી ચાલી આવતો વાયદો છે..અને તે ક્યારે પૂર્ણ થશે તેની કદાચ કોઈ ને ખબર નથી..એટલે જયારે શહેરને પાણી પુરુ પાડતા જળાશયોમા પણ પાણીનો પુરતો જથ્થો હોય ત્યારે પણ મનપા એકાંતરા પાણી વિતરણ કરે છે..અને બારેમાસ થોડુંજાજુ પાણી નર્મદામાં થી અવિરતપણે લે છે…ત્યારે સ્વાભવિક જ ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા સંચાલિત નર્મદાનું પાણી જામનગર મહાનગરપાલિકા ને મફત નહિ પરંતુ નિયત કરેલ ચાર્જ વસુલી ને આપવાનું થાય છે..
ગુજરાત પાણી પુરવઠા બોર્ડ જામનગર મહાનગરપાલિકાને ૧૦૦૦ લીટર પાણી આપવા માટે ૬ રૂપિયા વસુલે છે…અને દૈનિક ૨૫ એમએલડી પાણી આપવા માટે મનપા અને પાણીપુરવઠા બોર્ડ વચ્ચે કરારો પણ થયા છે…હાલ પાણીની કટોકટી વચ્ચે મહાપાલિકા પાણી પુરવઠા બોર્ડ પાસેથી ૪૫ એમએલડી પાણી મેળવે છે..અને શહેરનો મુખ્ય આધાર પણ નર્મદાના નીર જ છે..ત્યારે વર્ષોથી જામનગર મહાનગરપાલિકા પાણીવેરા પેટે શહેરીજનો પાસેથી ૯૦ કરોડની બાકી વસુલાત મા વામણી પુરવાર થઇ ચુકી છે..તો સામે નર્મદામાં થી જે પાણીનો જથ્થો મેળવે છે તે પેટે મનપાએ પાણી પુરવઠા બોર્ડ ને ૧૩૭ કરોડની બાકી વર્ષોથી ચુકવવાની ચાલી આવે છે..અને તેમાંથી તાજેતરમાં જ મનપાએ માત્ર એક કરોડ જેટલી ચુકવણી કરી હોવાનું જાણવા મળે છે..ત્યારે પાણીવેરાની કડક વસુલાતમાં મનપા નિષ્ક્રિય સાબિત થતા હવે જયારે પાણીવેરા ની બાકી લેણી કરદાતાઓ પાસેથી વસુલશે ત્યારે જ પાણી પુરવઠા બોર્ડ ને વધુ નાણા ચૂકવી શકાશે તેમ મનપાના લગત અધિકારી એ જણાવ્યું હતું..જામનગર મહાનગરપાલિકા ની આર્થિક સ્થિતિ છેલ્લા કેટલાય સમયથી કંગાળ છે..જે બાબત સર્વવિદિત છે..એવામાં મનપા ખુદ પણ ૧૩૭ કરોડના દેવા હેઠળ દબાયેલી હોવાનું સામે આવતા લોકોમાં પણ આશ્ચર્ય ફેલાયું છે..હવે મહાનગરપાલિકા વર્ષોની બાકી નીકળતી આ રકમ પાણી પુરવઠા બોર્ડ ને કઈ રીતે ચૂકવશે તેને લઈને હાલ તો અવઢવભરી સ્થિતિ છે.