Mysamachar.in-જામનગર:
Mysamachar.in ન્યૂજ વેબપોર્ટલ હમેશા લોકોના પ્રશ્નો સમસ્યાઓ ઉઠાવવા કટીબદ્ધ રહ્યું છે..અને આવનાર દિવસોમાં રહેશે…એવામાં બે દિવસ પૂર્વે Mysamachar.in ન્યૂજ વેબપોર્ટલ દ્વારા જામનગર ના કાલાવડ રોડ પર આવેલ અને પતારીયા થી સુવરડા તરફ જતા નોનપ્લાન રસ્તો જે ૨,૧૮ કરોડ જેવી ગ્રાન્ટ મંજુર કરવામાં આવ્યા બાદ તૈયાર કરવામાં આવ્યા બાદ તાજેતરમાં જ એટલે કે એક માસ પૂર્વે આ રોડનું કામ પૂર્ણ થવા પામ્યું હતું…પણ સરકારના ઉમદા હેતુઓની બાબુઓ અને કોન્ટ્રાક્ટરો સાથે મળીને કેવી ધૂળ કાઢે છે..તેનો એક કિસ્સો આ રોડ પર સામે આવતા અહી સચિત્ર અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો…
સુવરડા ગ્રામ પંચાયત ના ઉપસરપંચ જેન્તીભાઈ નંદા એ રોડની ગુણવતા અને કામગીરી ને લઈને પણ સવાલો ઉઠાવ્યા હતા…જો ઉપસરપંચ નો આક્ષેપ માનીએ તો રોડ ને લઈને થવું જોઈતું યોગ્ય અને ગુણવતાસભર કામ આ રોડની કામગીરી દરમિયાના ના થતા જુજ પડેલ વરસાદના પાણી મા પણ રોડની સાઈડો ઠેકઠેકાણે થી ખુલી જવા પામી છે…અને રોડની કામગીરી દરમિયાન જીલ્લા પંચાયતના બાંધકામ વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા મીલીભગત આચરવામાં આવી હોવાનો કથિત આક્ષેપ સાથે તેને આ મામલે ઉચ્ચકક્ષાએ રજુઆતો પણ કરી છે
જે, બાદ Mysamachar.in એ આ સમાચાર ને પ્રસિદ્ધ કર્યા બાદ જામનગર જીલ્લા પંચાયત ના બાંધકામ વિભાગના કાર્યપાલક ઈજનેર પરમાર અને નાયબ ઈજનેર સ્વામી તાબડતોબ સ્થિતિ ની સમીક્ષા કરવા માટે સ્થળ પર પહોચ્યા નું નાયબ ઈજનેર સ્વામી એ ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું સાથે જ વધુમાં તેવો એ ઓવરડ્રોપિંગ ને કારણે આ રોડ પર મેજર નુકશાન એક બે જગ્યાએ થયું હોવાનું અને સાથે જ સાઈટપાટલીઓ ધોવાઈ ચુકી હોવાની કબુલાત પણ ખુદ તેવો એ ટેલીફોનીક વાતચીતમાં કબુલી..!!
જો હવે અધિકારી ખુદ સ્વીકાર કરતાં હોય કે રોડમાં નુકશાન થયું છે તે વાત સાચી છે..ત્યારે એ સવાલ થવો સ્વભાવિક છે કે જયારે રોડનું કામ ચાલતું હતુ….ત્યારે તેનું મોનીટરીંગ યોગ્ય રીતે કરવામાં આવ્યું નથી..અને હવે રોડ બન્યા ના દિવસોમાં જ થયેલ નુકશાન માટે જવાબદાર કોણ???એવામાં હાલ તો આ ગામના લોકોને છતે રોડે પણ હાલાકી નો સામનો કરવાનો વારો આવ્યો છે…