mysamachar.in-જામનગર-
શહેરના મોટાભાગના વિસ્તારોમા બીટમુજબ સફાઈકામદારો નથી..તો ખાનગી કંપનીઓ પણ ગાર્બેજ કલેક્શનમાં મોટીગોબાચારી કરતી હોવાનું સામે આવી ચૂક્યું છે…આવા તો અનેક પ્રશ્નનો સફાઈ લઈને અદ્ધરતાલ છે…એવામાં શહેરના લગભગ વિસ્તારો ગંદકીના ગંજમાં ફેરવાઈ ચુક્યા છે..તો તાજેતરમાં જ મેયરપદે આરૂઢ થયેલ આપણા હસમુખભાઈ જેઠવાનો વિસ્તાર પણ તેમાંથી બાકાત નથી…ઉપરના વિડીયોમાં જે દ્રશ્યો આપ જુઓ છે તે જામનગર ના નવનિયુકત મેયર હસમુખભાઈ જેઠવા ના મતવિસ્તાર અને તેના ઘર નજીકના છે..પણ છતાં કોઈ ને ધ્યાને આ ગંદકીના ગંજ શા માટે નથી આવતા તે સવાલ ઉઠવો તો સ્વાભાવિક છે ને…
એવું કદાચ એટલે પણ બન્યું હોય શકે કે તમામ પદાધિકારીઓ હમણાં તો નવું-નવું છે એટલે પોતાના સન્માન,એસી ઓફીસમા મળવાઆવનાર શુભેચ્છકો અને અખબારોની ઓફિસો પર જઈ શુભેચ્છામુલાકાતો ને નામે પ્રસિદ્ધિ મેળવવામાં મશગુલ પડ્યા છે..પણ કાઈ વાંધો નહી લોકો પણ કહે છે કે જામનગર મહાનગરપાલિકા ના વહાલા પદાધિકારીઓ સમય મળે તો જરાક શહેર ની સફાઈ અને અન્ય પ્રશ્નો પણ પદાધિકારીઓ નજર કરજો….નહિતર અમારું જામનગર ઉકરડાનગર માં ફેરવાઈ જતા વાર નહિ લાગે….