mysamachar.in-જામનગર
દેશના સૈનિકો દિવસરાત જોયા વિના પરિવાર થી કોસો દુર દેશની રક્ષા માટે હમેશા ને માટે તત્પર હોય છે…અને જરૂરપડ્યે દેશનો જવાન દુશ્મનોના દાંત ખાંટા કરી નાખવા પણ એટલો જ સક્ષમ હોય છે….ના પરિવારની ચિંતા કે ના પોતાની ચિંતા…આ જ રીતે પોલીસના જવાનો પણ આંતરિક સુરક્ષા માટે એટલા જ સતર્ક હોય છે…પણ કયાંક ને કયાંક અમુક પોલીસકર્મીઓ ને કારણે આપણા સમાજમાં પોલીસની છબી ખરડાયેલી જોવા મળતી હોય .પણ બધા કિસ્સાઓમાં આવું હોતું નથી તે વધુ એકવખત સ્પષ્ટ થયું છે
અહી વાત છે ગઈકાલની જયારે ભાણવડ તાલુકાના કલ્યાણપુર ગામના જોજરીમાતાજીના મંદિરે ધાર્મિક ઉત્સવ હતો…અને આ ઉત્સવ માં હજારોની સંખ્યામાં ભીડ એકત્ર થઇ હતી..આ જ ઉત્સવમાં જામજોધપુર અને ભાણવડ વિસ્તારના દારૂના કેસોમાં લાંબા સમયથી ફરારી આરોપી અરજણ આલા કોડીયાતર આવ્યો હોવાની માહિતી જામજોધપુર પીએસઆઈ જે.ડી.પરમારને મળી…અને જે.ડી.પરમાર કોઈપણ જાતની રાહ જોયા વિના ભાણવડ પોલીસને સાથે લઈને જોજરી માતાજીના મંદિર નજીક ચાલી રહેલ ધાર્મિક ઉત્સવમાં પહોચ્યા..જ્યાં અરજણ આલા ને પોલીસે પકડી લેતાની સાથે જ હાજર લોકોના ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરતાં જ સ્થિતિ વધુ તંગ બની અને પોલીસની જીપ પર આરોપીઓએ પોતાની ગાડી ચઢાવી દઈ તેને મારી નાખવાનો પ્રયાસ પણ કર્યો…એવામાં સ્થિતિ વધુ વણસતા જામજોધપુર પીએસઆઈ જે.ડી.પરમાર એ સ્વબચવામાં હવામાં બે રાઉન્ડ ફાયરીંગ કરી ટોળાને ભગાડ્યા હતા…
પણ આં તો થઇ એક વાત પણ આ ગઈકાલની આ આખીય ફિલ્મીઘટનાનો રીયલ રોલ પણ ભારે રોચક છે..સ્વાભાવિક જ પોતાના પુત્રનો જન્મદિવસ હોય તો ક્યાં બાપ ને પોતાના પરિવાર સાથે ઉજવણી કરવાની ઈચ્છા ના હોય..પણ જામજોધપુર પીએસઆઈ પરમાર માટે ગઈકાલના દિવસે આ વાત શક્ય ના બની…પરમાર એ પણ પોતાના લાડલા પુત્ર જયવર્ધન નો જન્મદિવસ ભારે ધૂમધામ થી પરિવાર સાથે ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું..અને રાત્રે કેક કટિંગ કરી અને ઉજવણી કરવાની હતી…પણ દેશનો જવાન જેટલો દેશની સેના માટે સતર્ક છે તેટલો જ એક પોલીસ અધિકારી પણ તેના વિસ્તારની સુરક્ષા માટે કેટલો સતર્ક છે તેનો પુરાવો પીએસઆઈ પરમાર એ આપ્યો અને તને પુત્ર જયવર્ધન ની ઉજવણી ને પડતી મૂકી અને જેવી અરજણ આલા નામનો બુટલેગર ભાણવડ નજીક છે..તેવી માહિતી મળતાની સાથે જ માત્ર ફરજ જ પોતાનો પરિવાર…અને ફરજ એ જ દેશની સેવા…માની અને સીધા ભાણવડ ભણી દોટ મૂકી હતી…
પછી જે કાઈ ઘટના ભાણવડ નજીક બની અને અરજણ ને ભગાડી જવામાં ભીડ સફળ રહી બાદમાં તેનું કોમ્બિંગ કરવામાં સવાર પડી ગઈ પણ એક બાપ તરીકે જયારે પુત્રના જન્મદિવસની ઘરે કેક કપાઈ રહી હતી ત્યારે પીએસઆઈ પરમારે ૨૦ કિલો મીટર દુર હોવા છતાં પણ વિડીયો કોલિંગ મારફત જ કહી દીધું કે "બેટા જયવર્ધન હેપ્પી બર્થડે"….જે એક તસ્વીર અહી અમે પ્રસ્તુત કરી છે…
આમ ચારેકોર થી ટીકાઓનો વરસાદ સહન કરતી પોલીસ કયારેક પરીવાર ને પણ કઈ રીતે પાછળ મૂકી દઈ અને પોતાની ફરજ બજાવે છે..તે દાખલો ગઈકાલે જામનગર પોલીસ વિભાગ માટે જામજોધપુર પીએસઆઈ જે.ડી.પરમાર એ બેસાડ્યો છે..જેની જામનગરના પોલીસવિભાગમાં પણ ખુબ જ પ્રશંસા થઇ રહી છે…