mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
ભાણવડના ધીંગેશ્વર મહાદેવના મંદિર તરફ બરડા ડુંગરમાં આવેલ ખાણમાં ઇંગ્લીશ દારૂ ભરેલ ટ્રકમાથી મોટા પાયે ઇંગ્લીશ દારૂની પેટીઓ ઉતારતા સમયે એલ.સી.બી. અને ભાણવડ પોલીસ ત્રાટકતા ભાગદોડ મચી ગઈ હતી અને અંધારાનો લાભ લઈને ૮ શખ્સો નાશી છૂટ્યા હતા,પોલીસે સ્થળ ઉપરથી ૧૧૮૮ પેટી દારૂ સહિત ૬૯ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને નાશી છૂટેલા આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે,
ભાણવડના રાણપર ગામે જૂની બંધ પડેલી પત્થરની ખાણમાં ગત મોડી રાત્રીના ઇંગ્લીશ દારૂ ઉતરતો હોવાની બાતમીના આધારે દેવભૂમિ દ્વારકા એલ.સી.બી. અને ભાણવડ પોલીસે આ સ્થળે દરોડા પાડતા આયસર ટ્રક નંબર એમ.એચ.૪૬-એફ-૪૯૩૫ ટ્રકમાથી રાણપર ગામના અરજણ આલા કોડિયાતર તેનો ભાઈ પોપટ આલા,કરમણ ઉર્ફે ઘેલીયો તેમજ લાખા રામા કોડિયાતર વગેરે પરીવારના સભ્યો ઇંગ્લીશ દારૂ ઉતારતા હતા ત્યારે પોલીસને જોઈ જતાં ભાગવા લાગેલ અને પોલિસ પણ પાછળ દોડતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા પરંતુ અંધારાનો લાભ લઈને આ શખ્સો જંગલમાં નાશી ગયા હતા પોલીસે સ્થળ ઉપરથી ઇંગ્લીશ દારૂની ૧૧૮૮ પેટી,બોટલ નંગ ૧૪,૨૫૬ કિંમત ૫૭ લાખ અને ટ્રક મળીને કુલ ૬૯ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો,નાશી છૂટેલ રાણપર ગામના શખ્સો તેમજ દારૂ સપ્લાય કરવા આવેલા ત્રણ થી ચાર ઈશમો વિરુદ્ધ ગુન્હો નોંધી શોધખોળ હાથ ધરી છે,
ભાણવડમાથી મોટાપાયે ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડવાની કામગીરી એલ.સી.બી.ના પી.આઈ. એલ.ડી.ઓડેદરા,પી.એસ.આઈ. વી.એમ.ઝાલા,સ્ટાફના ભરતસિંહ જાડેજા,હબીબભાઈ,અરજણ આહીર,વિપુલ ડાંગર,મસરીભાઇ આહીર,કેશુર ભાટીયા,અરજણ મારૂ,ભરત ચાવડા,અશોક સવાણી,સહદેવસિંહ જાડેજા,પૃથ્વીરાજસિંહ વાઘેલા,હસમુખ કટારા તથા ભાણવડના પી.એસ.આઈ.વાય.જી.મકવાણા વગેરેએ કરી હતી.