mysamachar.in-જામનગર
શહેર અને જીલ્લામા છેલ્લા કેટલાક સમયથી ગુન્હાખોરી નો વ્યાપ વધી રહ્યો છે,તેની સામે પોલીસ પણ એટલી જ સતર્ક બનીને આરોપીનું પગેરું શોધવા ના સઘન પ્રયાસો કરે છે,એવામાં જામનગર શહેર અને જિલ્લામાં કેટલાક માથાભારે શખ્સો પોતાની ધાક જમાવવા માટે પોતાની પાસે ગેરકાયદેસર હથિયારો રાખી રહ્યાની માહિતી ને આધારે જામનગર જીલ્લાપોલીસવડા શરદ સિંઘલ ના માર્ગદર્શન હેઠળ જુદી જુદી ટીમોને ગેરકાયદેસર હથિયારો શોધવાની સૂચનાઓ કરતાં આવા હથિયારો શોધવા મા જામનગર પોલિસને સફળતા મળી છે,
જામનગર એલસીબી,એસઓજી,અને સીટી એ ડીવીઝન પોલીસે છેલ્લા ૧૫ દિવસમાં ૧૫ હથિયારો સાથે ૧૩ આરોપીઓને ઝડપી પાડ્યા છે,જયારે ૫ જેટલા આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરવામાં આવી રહી છે,પોલીસે ઝડપી પાડેલ હથિયારોમાં મોટાભાગના હથિયારોમાં દેશી બનાવટની પિસ્તોલ.દેશી તમંચા અને કારતુસ નો સમાવેશ થાય છે,
ઝડપાયેલ હથિયારો અને કારતુસ યુપીથી સસ્તામાં અહી લાવવામાં આવતા હતા.,અને ગુન્હાઓ આચરતી સમયે આવા હથિયારોનો ઉપયોગ થાય તે પૂર્વે જ જામનગર એલસીબીએ આ હથિયારો નો જથ્થો ઝડપી પાડ્યો છે,આ કાર્યવાહી એલસીબીના પીઆઈ આર.એ.ડોડીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના વશરામભાઈ આહીર,જયુભા ઝાલા,બશીર મલેક,હરપાલસિંહ સોઢા,ભરત પટેલ,નાનજી પટેલ,શરદ પરમાર,દિલીપ તલાવડીયા,ભગીરથસિંહ સરવૈયા,હરદીપ ધાધલ,કમલેશ રબારી,નિર્મળસિંહ જાડેજા,મિતેશ પટેલ,હિરેન વરણવા,એ.બી.જાડેજા અને અરવિંદગીરી સહિતના સ્ટાફ એ કરી હતી,
ઝડપાયેલ આરોપીઓ,જામનગર એસપી એ હથિયારો વિષે આપેલ માહિતી,ને જોવા ઉપર નો વિડીયો ક્લીક કરો