mysamachar.in-જામનગર:
રાજ્યમાં ભલે સરકાર દ્વારા દારૂબંધીનો રાગલાપ આપવામાં આવતો હોય પણ આ જ રાજ્યની બોર્ડરમાં ક્યાંક ને ક્યાંક સુરક્ષામાં છીંડા હોવાને કારણે વર્ષે કરોડો રૂપિયાનો વિદેશી શરાબ રાજ્યમાં ઘુસી રહ્યો હોવાનું અનેક વખત સામે આવી ચૂક્યું છે બુટલેગરો અલગ અલગ નુશખાઓ અપનાવીને રાજ્યમાં દારૂ ઘુસાડે છે,
એવા માં દારૂ ઘુસાડવાનો એક નવતર કીમિયો રાજકોટ RR સેલ એ પકડી પાડ્યો છે પોલીસની ટીમ લીંબડી હાઇવે પર ચેકીંગમાં હતી ત્યારે બંધ પડેલ ટ્રકની તલાસી લેતા ખાતરના ભુસા થી ભરેલ બોરીઓમાંથી ઈંગ્લીશ દારૂ અને બિયરનો લાખો રૂપિયાનો જથ્થો ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે,
RR સેલની ટીમે રાજકોટ લીંબડી હાઇવે પર પી.એસ.આઈ વાળા સ્ટાફના દિપસંગ સવજીભાઈ,સુરેશભાઈ વગેરેની ટીમે રાજકોટ લીંબડી હાઇવે પરથી એમ.પી.07 1313 નંબરના ખાતરના ભુસા ભરેલા ટ્રકની તલાસી લેતા બોરીઓમાં છુપાવેલ 7679 નંગ દારૂ,2472 નંગ બિયરનો જથ્થો મળી આવતા પંજાબના હરજીતસિંઘ કરમસિંઘ બલ,ક્લીનર જીતેન્દર સતબરસિંઘ ડાબર રે.હરિયાણા,રાજસ્થાનના દેવેન્દ્રસિંહ આભાસિંહ ધાપી ધરપકડ કરીને પૂછપરછ કરતા આ માલ સપ્લાય હરિયાણાના પ્રદીપ ઉર્ફ કાળું જાટ નામ આપ્યું હતું ગુજરાતમાં માલ કોને પહોંચાડવાનો હતો તે અંગે હાલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.