mysamachar.in-દેવભૂમિદ્વારકા:
દેવભૂમિદ્વારકા જીલ્લાના સલાયા બંદરનો દાણચોરીને લઈને એક જમાનો હતો..અને આ બંદર પર સૌથી મોટી દાણચોરીઓ થઇ હોવાના ભૂતકાળના કેટલાય કિસ્સાઓ છે..પણ જેમ જેમ સમય જતો ગયો અને બંદર મૃતપાય થતું ગયું તેમ તેમ દાણચોરી પણ આ બંદર પર ભૂતકાળ બની જવા પામી છે..પણ સલાયા ફરી એક વખત પ્રકાશમાં એટલા માટે આવ્યું છે કે સલાયાના એક શખ્સ પાસેથી દ્વારકા એસઓજીની ટીમએ ઈરાની કેસરની દાણચોરીનું રેકેટ ઝડપી પાડતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે…..
દ્વારકા એસઓજી પીઆઈ કે.જી.ઝાલા અને પીએસઆઈ ડી.બી.ગોહિલ ને બાતમી મળી હતી કે સલાયામાં રેહ્તો આબીદ તાલબ ભગાડ પાસે શંકાસ્પદ કેસરનો જથ્થો હોવાની બાતમી પરથી એસઓજી દ્વારા આ શખ્સ પર બાતમીદારો મારફત ખાસ વોચ ગોઠવવામાં આવી હતી..અને તેના પર નજર રાખવામાં આવી રહી હતી,અને તેમાં અંતે એસઓજી ને સફળતા મળી છે,અને જે શખ્સ ની પોલીસને તલાશ હતી તે આબિદ પોલીસને હાથ લાગી જતા પોલીસે તેની પાસેથી શંકાસ્પદ કેસરનો મોટો જથ્થો કબજે કરી અને તેની આકરી પૂછપરછ કરતાં કેટલીય ચોંકાવનારી વિગતો સામે આવી છે…
મૂળ સલાયાનો આબિદ ભગાડ બોટ મારફતે દુબઈ જતો અને દુબઈ થી તે પરત આવતો ત્યારે તેને એક થેલો ના જોવાની શરતે મુંબઈના ડોંગરી વિસ્તાર સુધી પહોચાડવા માટે આપવામાં આવતો હતો…આબિદ જેવો મુંબઈ ઉતરતો કે તરત જ એક ટેક્સી તેને લેવા માટે આવતી હતી અને તે તેને ડોંગરી વિસ્તાર સુધી લઇ જતી હતી અને ત્યાં આબિદ ને થેલો પહોચાડવાના બદલામાં ચાર થી પાંચ હજાર નું વળતર આપવામાં આવતું હતું..આ રીતે બે વખત દુબઈ થી દાણચોરી નું કેસર લાવી અને મુંબઈ ના ડોંગરી સુધી પહોંચેલું પરંતુ છલ્લે ત્રણ માસ પૂર્વે તે જયારે દુબઈ થી મુંબઈ ગયો ત્યારે દરવખતે લેવા આવતી ટેક્સી તેને લેવા જ ના આવતા તે ઈરાની કેસર નો દાણચોરી નો માલ ૪ કિલો ૧૫૦ ગ્રામ જેની કીમત ૮ લાખ જેવી થાય છે તે લઈને સલાયા પહોચી ગયા બાદ પોલીસને હાથ લાગ્યો છે..
પોલીસની વિવિધ એજન્સીઓ દ્વારા પણ આ કેસની તપાસમા જોતરાઈ છે..અને ઝડપાયેલ શખ્સ સ્મગલિંગ કેરીયર હોવાનું પણ સામે આવ્યું છે..દાણચોરીથી ભારતમાં ઘુસાડવામાં આવેલ કેસરનો આટલો જંગી જથ્થો પ્રથમ વખત ઝડપાયો હોવાનું પણ પોલીસસૂત્રોમા થી જાણવા મળી રહ્યું છે…