mysamachar.in-જામનગર:જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ઘરફોડ ચોરીમાં થઇ રહેલ સતત વધારો પોલીસ માટે પણ ચિંતાનો વિષય બન્યો છે..પણ સમયાંતરે પોલીસ દ્વારા આવા ગુન્હાઓને શોધી કાઢવામાં મળી રહેલી સફળતા પોલીસને ટીકાઓથી બચાવી રહી છે..
વાત છે ગત જાન્યુઆરી માસની જયારે જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના લતીપુર ગામે એક જ રાત્રીમાં તસ્કરોએ જાણે પોલીસને પડકાર ફેંક્યો હોય તેમ એકીસાથે સાત સાત દુકાનો મા એક જ મોડસઓપરેન્ડી થી શટર ઉંચકાવી અને તસ્કરો એ દુકાનોમાં પ્રવેશ કરી અને ૧.૨૮ લાખની ચોરી એ પોલીસને વધુ એક વખત દોડતા કરી દીધા હતા…ચોરીની આ ઘટના એક દુકાનના સીસીટીવીમા આવી કેદ થઇ જતા તે પોલીસ માટે મહત્વની કડી બની જવા પામી હતી.અને પોલીસ તેને લઈને તસ્કરોની શોધખોળ હાથ ધરી રહી હતી..
એવામાં જામનગરની સ્થાનિક ગુન્હાશોધક શાખા ના પીઆઈ રોહિતસિંહ ડોડીયાના માર્ગદર્શન હેઠળ કાર્યરત સ્ટાફના ભગીરથસિંહ સરવૈયા,હરદીપ ધાંધલ અને પ્રતાપ કાઠીને એવી બાતમી મળી કે લતીપુરમા થયેલ ચોરીના સીસીટીવીમા બતાઈ આવતા ઇસમો ધ્રોલ ટાઉનમાં મોબાઈલ વેચાણ કરવા અર્થે આવે છે તેવી માહિતીને આધારે સ્થાનિક ગુન્હાશોધક શાખાના સ્ટાફે ત્યાં વોચ ગોઠવી એમ.પીના જાંબુઆ જીલ્લાના આદિવાસી ગેન્ગના ત્રણ શખ્સો ઉપરાંત એક કાયદાથી સંઘર્ષિત કિશોરને ઝડપી તેની પૂછપરછ કરતાં આ ગેંગ એ ધ્રોલના લતીપુર ઉપરાંત રાજકોટમાં બે કરીયાણાની દુકાનમાં પણ આ જ રીતે ચોરી કર્યાની કબુલાત આપી છે..
પોલીસે ઝડપાયેલ શખ્સોની પૂછપરછ કરી તેના પાસેથી ચોરીના મુદામાલ ના રોકડ અને મોબાઈલ વગેરે જપ્ત કરી રિમાન્ડ સહિતની કાર્યવાહી હાથ ધરી છે…