mysamachar.in-જામનગર-
ભારતીય જનતા પાર્ટી કહેવા માટે તો ખુબ જ શિસ્તબદ્ધતા ધરાવતી પાર્ટી માનવામાં આવે છે…પણ આ જ પાર્ટીમાં કેટલાક એવા નેતાઓ પણ છે ગુંડાગર્દી કરવાનું પણ જાણે છે..આ વાત છે ગતરાત્રીની જયારે વોર્ડ નંબર ૧૬ ના વિધાનસભાની ચૂંટણીઓ સમયે ભાજપમાં પ્રવેશ મેળવનાર કોર્પોરેટર અતુલ ભંડેરી તેના મિત્ર સાથે રણજીતસાગર રોડ પર આવેલ એક પાનની દુકાન પર બેઠા હતા….ત્યારે જામનગર જીલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ હસમુખ પેઢડીયા અને તેની સાથે રહેલ જીગ્નેશ નામની વ્યક્તિ એ અતુલભંડેરી પર બે રાઉન્ડ જેટલું ફાયરીંગ કર્યાની ફરિયાદ અતુલ ભંડેરી એ સીટી એ ડિવીજન પોલીસમથકમાં નોંધાવી છે,..
જો અતુલ ભંડેરી નું માનીએ તો તેના પર હસુમુખ પેઢડીયા એ રિવોલ્વર તાંકીને બે રાઉન્ડ જેટલા ફાયર કર્યા હતા..પણ ફાયર મીસ થઇ જતા ભંડેરી ત્યાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યા બાદ તે રાત્રીના પોતાના ભત્રીજા સાથે એ ડિવીજન પોલીસ મથક ખાતે ફરિયાદ કરવા પણ પહોચ્યો હતો..જ્યાં પોલીસે તેની અરજી લઇ અને આજે બપોરે ફરિયાદ લેવામાં આવી છે..જેમાં આર્મ્સ એકટ સહિતની કલમો હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે….ભાજપના જ કોર્પોરેટર અતુલ ભંડેરી પર ફાયરીંગ ની ઘટનાને લઈને અતુલ ભંડેરી અને જામનગર જીલ્લાપોલીસવડા પ્રદીપ સેજુળ એ શું કહ્યું તે સાંભળવા માટે ઉપર દર્શાવેલી વિડીઓ પર ક્લિક કરો…