mysamachar.in-જામનગર:
જામનગર સહીત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ખેડૂતોના મુખ્ય પાકોમા નો એક પાક કપાસ છે..પણ કપાસ અને અન્ય પાક લીધા બાદ તેમાં સમયાંતરે થતી ચુસીયા સહિતના પ્રકારોની જીવાતોને કારણે પાક ને મોટું નુકશાન થતું હોવાનું સામે આવ્યું છે..ત્યારે BASF ઇન્ડિયા લીમીટેડ નામની કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલ બે અલગ અલગ દવાઓ સેફીના અને પ્રાયોકઝોર નામની દવાઓનું આજે જામનગરના ધીરુભાઈ અંબાણી વાણીજ્ય ભવન ખાતે જીલ્લાના દવાઓના ૨૦૦ થી વધુ વેપારીઓ અને કંપનીના અધિકારીઓનું હાજરીમાં લોન્ચિંગ કરવામાં આવ્યું..
વિશ્વવિખ્યાત કંપની BASF દ્વારા લોન્ચ કરવામાં આવેલ આ બને દવાઓ પાકના રક્ષણ અને ઉત્પાદનમાં વધારો કરવા માટે ખરી ઉતરશે તેવો વિશ્વાસ કંપનીએ વ્યક્ત કર્યો હતો..સાથે જ આ દવાઓ કુદરતી સંયોજન થી નિર્મિત કરવામાં આવેલ હોવાથી ખેડૂતો અને પર્યાવરણના જોખમમાં ઘટાડો કરે છે..સેફીના નામની દવા કપાસ ઉપરાંત અન્ય શાકભાજી પર ઉપયોગ કરવા માટે પણ રજીસ્ટર્ડ થયેલ છે..
ઉપર દર્શાવેલ વિડીયોમાં કંપનીના દ્વારા જામનગર ખાતે લોન્ચ કરવામાં આવેલ બને દવાઓની પ્રોડકટ અને જામનગર જીલ્લાના ડિસ્ટ્રીબ્યુટર એ આ પ્રોડક્ટ વિષે આપેલ માહિતી પણ જોવા ઉપરના વિડીયો પર ક્લીક કરો..