છેલ્લા કેટલાય દિવસોથી સમગ્ર ભારતની સાથે રાજ્યમાં પણ પેટ્રોલ અને ડીઝલની કીમતમાં સતત વધારો સામાન્ય લોકો માટે ચિંતાનો વિષય બન્યા છે..ડીજીટલ ઇન્ડિયાની અને બુલેટટ્રેન ની વાતો વચ્ચે જ પહેલાના જમાનાની જેમ જ લોકો ને બળદગાડા અને ઉંટગાડીઓ માં મુસાફરી કરવાનો વારો આગામી સમયમાં આવશે તેવી પ્રતીતિ કરાવવા આજે કોંગી કાર્યકરો એ જામજોધપુર ખાતે બળદગાડામાં રેલી યોજી આશ્ચર્યજનક કાર્યક્રમ આપી અને કેન્દ્રસરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો…પેટ્રોલ,ડીઝલ અને રાંધણગેસના ભાવો ઘટાડવાના આ કાર્યક્રમ ની સાથે સરકાર દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે તે માટે જીલ્લાના જામજોધપુર ખાતે આજે સ્થાનિક ધારાસભ્ય ચિરાગ કાલરીયાની આગેવાનીમાં કોંગી આગેવાન દિગુભા જાડેજા સહિતના કાર્યકરો આ કાર્યક્રમમાં જોડાયા હતા..અને મામલતદાર ને આવેદનપત્ર પાઠવી અને રજૂઆત કરી હતી.