Mysamachar.in-જામનગર:
જામનગર ગ્રામ્ય બેઠકની પેટા ચુંટણી આવી છે,ત્યારે ભાજપ પક્ષે ઉમેદવાર તરીકે અનેક વખત પક્ષપલ્ટાના માહિર એવા રાઘવજી પટેલને ટીકીટ ફાળવતા ભલે બહારથી સમાધાન થઇ ચૂક્યું હોય, પણ અંદરખાને પક્ષમાં કેવો દવ લાગ્યો છે તે બધા જાણે છે,એવામાં અત્રે જામનગર ગ્રામ્યના મતદારોનેએ પણ યાદ કરાવવું રહ્યું કે, આ એ જ રાઘવજી પટેલ છે, જેના પુત્ર અને ચુસ્ત ટેકેદારોએ થોડા વર્ષો પૂર્વે કોલસા કૌભાંડમાં હાથ કાળા કરવાનો મુદ્દો સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો,

૮ ફેબ્રુઆરી ૨૦૧૩ના દિવસે રાઘવજી પટેલ એ સમયે કોંગ્રેસના ધારાસભ્ય હતા અને જોડિયા-ભૂંગાના સ્થાનિકોને સાથે લઈને કલેકટરને આ વિસ્તારોમાં ખાનગી કંપનીઓ દ્વારા ફેલાવતા કોલસાની રજકણો અંગે આવેદનપત્ર આપવા ગયા હતા,એ સમયે રાઘવજીએ લોકોના ખભાનો ઉપયોગ કરી અને પોતાના પુત્ર સહિતનાઓને એક ટ્રાન્સપોર્ટ પેઢી મારફત કોલસા સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ મળતા રાઘવજીને પ્રદુષણ દેખાવવાનું બંધ થઇ ચૂક્યું હતું,

જામનગરના જુના બંદરે બહારના દેશોમાંથી ઉચ્ચ ગુણવતાનો કોલસો એસ્સાર કંપની માટે આવતો હતો,તે કોલસો એસ્સાર પહોચે તે પૂર્વે જ સારી ગુણવતાનો કોલસો ગાયબ કરીને તેમાં હલકી ગુણવતાનો કોલસો કંપનીને ધાબડી દેવામાં રાઘવજી પટેલના સુપુત્ર જયેન્દ્ર પટેલ રાઘવજીના કેટલાક ચુસ્ત માનવામાં આવતા ટેકેદારોનો રોલ મુખ્ય હતો,

કોલસા કૌભાંડમાં જે તે સમયે SOG દ્વારા રાઘવજી પટેલના પુત્ર જયેન્દ્ર પટેલ સહીત કુલ ૩૫ શખ્સો સામે ૪૦૬,૪૨૦,૪૦૭,૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧ સહિતની કલમો હેઠળ બેડી મરીન પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો હતો,અને આ કેસ કોર્ટમાં ચાલી જતા એક સમયે કોર્ટે પણ આ મામલામાં ગંભીર અવલોકનો કર્યા હતા,આમ અનેક વખત પક્ષપલ્ટો કરનાર રાઘવજી પટેલે આ રીતે લોકોના ખભાનો ઉપયોગ કરીને પોતાની મલાઈ તારવી લેવા પુત્રને કોલસા કૌભાંડમાં હાથ કાળા કરાવ્યા હતા,

અને હદ તો ત્યારે કહેવાય કે, આવા નેતાને પક્ષે એક વખત હારી ચુક્યા બાદ સતત બીજી વખત ટીકીટ આપી છે,ત્યારે રાઘવજીએ તાજેતરમાં જ એક સભામાં પણ લોકોને કહ્યું કે મારી એક વાર સતાધારી પાર્ટીના ધારાસભ્ય થવાની ઈચ્છા છે, તે પૂરી કરાવજો, મને લબડાવી ના દેતા તેમ પણ કહ્યું હતું હવે લોકો રાઘવજીને ફરી એક વખત તક આપે છે કે કેમ તે પરિણામો સ્પષ્ટ કરી દેશે..
