mysamachar.in-જામનગર
જામનગર જીલ્લાના ધ્રોલ માર્કેટિંગ યાર્ડની ચુંટણી તાજેતરમાં જ યોજાઈ હતી તેમાં ભાજપ પ્રવેશ કરેલા માજી ધારાસભ્ય રાઘવજી પટેલની પેનલોનો વિજય થયો હતો,પણ રાઘવજી પટેલ ના ભાજપમાં આવ્યા બાદ ક્યાંક ને કયાંક ભાજપના જ ઘરમાં લાગી પડી હોય તેમ લાગી રહ્યું છે,
ધ્રોલ માર્કેટિંગ યાર્ડની ચુંટણી તો પૂર્ણ થઇ ગઈ પણ હવે ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજા એ અખબારીયાદી જાહેર કરી ને રાઘવજી પટેલ અને તેના ટેકેદારો સામે જ સવાલો ઉઠાવ્યા છે,રાજેન્દ્રસિંહ જાડેજા જાહેર કરેલ યાદીમા જણાવ્યું છે કે ભાજપ મા રાધવજીભાઈ હમણાં આવ્યા છે અમે પહેલાથી જ ભાજપ મા હતા અને હજી ભાજપમા છીએ અને ભાજપમા રહીશું..અસંતુષ્ટ ભાજપ થી નહી પણ રાધવજીભાઈ પટેલ ના એક ચક્રીય શાશન ચલાવવા ની માનસિકતા હોવાનો ઉલ્લેખ અખબારીયાદીમાં કરાયો છે,
ધ્રોલ તાલુકા ભાજપ ના પ્રમુખ તરીકેનો હોદો ધરાવતા રાજેન્દ્રસિંહએ પણ ઉલ્લેખ કર્યો છે કે યાર્ડ ની ચુંટણી માં કમળ નુ નિશાન નથીં હોતુ અને સંગઠનના પ્રમુખ તરીકે મને ભાજપ પક્ષ દ્વારા એવી કોઈ સુચના આપવામાં આવેલ નથીં કે સામે જે પેનલ ત્યાર કરવામાં આવેલ છે તે ભાજપ ની પેનલ છે સામા પક્ષે જે લોકો ચુંટણી લડતા હતા તેમા ખેડુત પેનલ ના દેવકણભાઈ ભાલોડીયા કોગ્રેસી છે અને જીલ્લા પંચાયત માં પણ સામા પક્ષે છે વેપારી પેનલ ના ભુપતભાઈ કોંગ્રેસી છે તો પછી શું રાધવજીભાઈ નક્કી કરે એ કોંગ્રેસ અને ભાજપ ની પેનલ થઈ જાય અમારી લડાઈ ખેડુતો ના હિત માટે ની લડાઈ છે આમા યાર્ડમાં ક્યાય ભાજપ કોગ્રેસ નથીં આવતુ માટે રાઘવજીપટેલ આવા ગપગોડા રાઘવજી પટેલ એ બંધ કરી દેવા જોઈએ,વધુમાં રાજેન્દ્રસિંહએ ભાજપ થી નહીં પણ રાધવજીભાઈ પટેલ ની હિટલરશાહી પધ્ધતિ થી અસંતુષ્ટ હોવાનું જણાવ્યું છે,રાધવજીભાઈ ભાજપ મા આવતા તેવો પોતાં ને અને તે નક્કી કરે એ ભાજપ ના તેવુ કહેવા માંગે છે પણ તેની પેનલ ના અડધા થી ઉપર ના લોકો તો ભાજપ નુ સામાન્ય સભ્ય પદ પણ નથીં ધરાવતા અને હું ધ્રોલ તાલુકા ભાજપ તરીકે અને મગનભાઈ ભોજાણી શહેર પ્રમુખ તરીકે નો હોદો ધરાવીએ છીએ ભાજપ પાર્ટી એ અમારા પર વિશ્વાસ મુકીને અમને તાલુકા તથા શહેર ની જવાબદારી સોંપી છે,ત્યારે લડાઈ ભાજપ સામે નહી પણ કોગ્રેસ માં થી તાજા ભાજપ મા આવેલા લોકો સામે ની હતી અને જેને ભાજપ શું છે અને સંગઠન શું છે તેની પણ ખબર જ નથી,
સનસનીખેજ ખુલાસાઓ કરતાં જેટલા લોકો ને રાધવજીભાઈ ભાજપ મા લાવ્યા હતા તેમા થી અડધા તો પાછા કોગ્રેસ મા ચાલ્યા ગયા છે અને બાકીના ક્યારે જાય તેનું નક્કી નથી,આમ વિધાનસભાની ચૂંટણી વખતે કોંગ્રેસમાં થી ભાજપમાં આવેલ રાઘવજી પટેલ અને ટેકેદારો ને લઈને જુના ભાજપીઓ જ હવે સવાલો ઉઠાવતા ભાજપના ઘરમાં જ લાગી પડી હોય તેવું લાગી રહ્યું છે.