mysamachar.in-જુનાગઢ
નરેન્દ્રમોદી આજે એક દિવસની ગુજરાતની મુલાકાતે છે.,સવારે નરેન્દ્ર મોદી સુરત ખાતે આવી પહોચ્યા બાદ તેવોએ વલસાડ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતના લોકાર્પણ કાર્યક્રમો મા ભાગ લીધા બાદ જાહેરસભાને સંબોધિત કરી અને નરેન્દ્રમોદી બપોરે ૨:૦૦ કલાકે જુનાગઢ ખાતે પહોચ્યા હતા, અને આધુનિક હોસ્પિટલ સહિતના વિવિધ કામોનું લોકાર્પણ કર્યું હતું,
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ જુનાગઢ ખાતે જાહેરસભાને સંબોધન કર્યું પણ આ સભામાં મોદીનો મુખ્ય મુદ્દો ખેડૂતોની ધ્યાન તેમની તરફ ખેંચાઈ તે રીતનો હોય તેમ મોદી એ ખેડૂતોને કેન્દ્રસ્થાને રાખી ને કર્યું હોય તેમ લાગ્યું,તેમણે ખેડૂતો અંગે વાત કરતાં કહ્યું કે ૨૦૨૨ સુધીમા દેશના ખેડૂતોની આવક બમણી તેવું સરકારનું લક્ષ્ય હોવા સાથે વધુમાં કહ્યું કે ભારતમાં પહેલીવખત ખેડૂતોને સમર્થન મુલ્ય આપવાનું કેન્દ્ર સરકારે નક્કી કર્યું છે,તો ખેડૂતલક્ષી ૯૯ યોજનાઓ એવી હતી કે જે છેલ્લા ૪૦ વર્ષથી ઠપ્પ થઇ ચુકી હતી તેને પણ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં શરૂ કરવામાં આવી હોવાની વાત પણ મોદી એ આજના ભાષણ દરમિયાન મોદી એ કરી હતી.