mysamachar.in-જામનગર
શહેરમાં ગઈકાલે ભૂમાફિયા જયેશ પટેલના ભાઈ પર થયેલા હુમલા મામલે પટેલ સમાજ દ્રારા આજે જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર પાઠવવામા આવ્યું હતું,પટેલ સમાજ દ્રારા ધર્મેશ પટેલ પર હુમલો કરનારાઓને ઝડપી પાડવા માંગ કરવામા આવી છે,
આવેદન સ્વીકાર્યા બાદ જિલ્લા પોલીસ વડાએ શરદ સિંઘલએ પણ પટેલ સમાજના આગેવાનોને જયેશ પટેલ બાબતે સવાલો કર્યા હતા,જિલ્લા પોલીસ વડાએ આગેવાનોને સવાલ કર્યો હતો કે, જયેશ પટેલ હાલ કયાં છે…?ત્યારે આગેવાનોએ જવાબ આપ્યો હતો કે,તે કયાંક વિદેશ ચાલ્યો ગયો છે,ત્યારે જિલ્લા પોલીસ વડાએ આગેવાનોને કહ્યું હતું કે, આગેવાનો જયેશ પટેલને કહે કે, તે કાયદાને માન આપી પોલીસ સમક્ષ હાજર થઈ જાય,જયારે એસપી એ કરેલ આ સવાલ વિષે પાટીદાર સમાજના આગેવાનને પૂછવામા આવ્યું ત્યારે તેઓએ વધુ કંઈપણ કહેવાનું ટાળ્યું હતું અને કહ્યું હતું કે, તે પોલીસનો વિષય હોવાનું કહી ને જયેશ પટેલ ની બાબતે જવાબ આપવાનું ટાળ્યું હતું.