mysamachar.in:જામનગર:દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા અને જામનગર જીલ્લામાં ખાનગી કંપની દ્વારા આધુનિક પદ્ધતિથી કરવામાં આવેલ જમીન માપણીમાં મોટાપાયે ગોટાળા સામે આવતા ભારે દેકારો બોલી ગયો હતો,ત્યારે જમીન માપણી દરમ્યાન જમીનમાં ટર્સરી પોઈન્ટ(બેંચમાર્ક) દડિયું લગાડવામાં આવેલ ન હોય તેના નાણાની મોટાપાયે ઉચાપત થયાના આક્ષેપો સાથે ખેડૂત હિતરક્ષક સમિતિના પાલભાઈ આંબલિયાએ ખાનગી કંપની સહિત લેન્ડ રેકોર્ડ અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધવા આજે લેખીતમાં એસ.પી.ને રજૂઆત કરી હતી અને ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા હતા,
ખેડૂત હિતરક્ષક સમિતિના પાલભાઈ આંબલિયાએ આજે હૈદરાબાદની આઈ.આઈ.સી.ટેક્નોલીજીસ પ્રા.લી.સેટલમેન્ટ કમિશ્નર,જામનગરના લેન્ડ રેકોર્ડના અધિકારી વિરુદ્ધ જમીન માપણી દરમ્યાન ટર્સરી પોઈન્ટનું કૌભાંડ આચરવામાં આવેલ હોવાના આક્ષેપો સાથે આજે એસ.પી.ને રજૂઆત કરીને આ સમગ્ર જમીન માપણી કૌભાંડ અંગે mysamachar.in ની ઓફીસ ખાતે આવી અને મુદાસર વાત કરી છે તે સાંભળવા ઉપરનો વિડીયો કલીક કરો…