Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લાની મુલાકાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવવાનાં હતાં ત્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ અધિક્ષક દ્વારા જામનગર જિલ્લામાંથી 300 હોમગાર્ડઝ સભ્યોની ફરજ માટે માંગણી-આદેશ કરવામાં આવેલ હતી.! જે સંદર્ભે જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ દ્વારા જુદા જુદા યુનિટોમાંથી 300 હોમગાર્ડઝને વીવીઆઈપી ફરજ પર જવા હુકમ કર્યો હતો.!જેમાંથી જુદા જુદા પોલીસ અધિકારીઓનાં ચેકિંગ દરમિયાન જુદા જુદા ફરજના પોઈન્ટ ઉપર કુલ 64 હોમગાર્ડઝ સભ્યો ગેરહાજર હોવાનો રિપોર્ટ આવ્યો હતો.!
જે અનુસંધાને આ તમામ હોમગાર્ડઝનો ખુલાસો માંગી શા માટે તેઓને દળ માંથી બરતરફ ના કરવા એ અંગે નોટિસ પાઠવવામાં આવી છે.! જેથી તમામ સભ્યોનાં ખુલાસાઓ આવ્યે ખુલાસો યોગ્ય નહીં જણાય તો એવાં સભ્યોને દળમાંથી નિયમ મુજબ બરતરફ કરવામાં આવશે.!હોમગાર્ડઝ દળ માનદ દળ હોવાથી હોમગાર્ડઝ સભ્યોને રેગ્યુલર ફરજો કરવા માટે દબાણ કરી શકાય નહીં.!પરંતું તમામ હોમગાર્ડઝે વીવીઆઈપી બંદોબસ્ત કરવો ફરજીયાત હોય છે.!
