Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાના કુલ 10 બેંક ખાતા છે, તેમાંથી 6 ખાતા ખાનગી બેંકમાં છે તે બાબતનો ઓડીટ રિપોર્ટમા ધડાકો થયો છે, આમેય ઘણા સમયથી શાસક પક્ષના જાગૃત કોર્પોરેટરોએ આ બાબતે ધ્યાન દોરી એવી કાયદાકીય જોગવાઇઓ રજુ કરી જણાવ્યુ હતુ કે કોર્પોરેશનના નાણા રાષ્ટ્રીયકૃત બેંકમાં જ રાખવા જોઇએ નહિ તો ખાનગી બેંકમા નાણા ડુબશે તો જવાબદાર કોણ? તેમ પણ ચિંતા વ્યક્ત કરી હતી ત્યારે હવે ઓડીટ રિપોર્ટમા આ બાબતે ઘટસ્ફોટ બેંકોના નામ સાથે થયો હોય ચીફ એકાઉન્ટન્ટ સહીત અન્ય જે કોઈ જવાબદાર હોય તો તેની સામે તપાસ કરી અત્યાર સુધી નાણાકીય બાબતે મનમાની કરવા બદલ શુ પગલા લેવાય છે તે જોવાનુ રહ્યુ ?
ઓડીટ રિપોર્ટમાથી જાણવા મળ્યુ છે કે AXIS BANK મા 5.67 કરોડ, HDFC બેંક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ એકાઉન્ટ 1.5 કરોડ HDFC રણજીતસાગર પાર્ક 7 લાખ, HDFC ઉમ્મીદે 30 લાખ, HDFC BANK 13 મા નાણા પંચના 6.5 લાખ HDFC પાર્કમા 77 લાખ રૂપિયા મળી આ ખાનગી બેંકોમા કરોડો રૂપિયા ચીફ એકાઉન્ટન્ટે જમા રખાવ્યાના આક્ષેપો થાય છે, તેમજ બાકી 4 ખાતા યુનિયન બેંકમા છે, તેમા રકમ કુલ લાખોમા છે અને ખાનગી બેંકોમા કરોડો રૂપિયા રાખવામા આવ્યા છે,
નોંધપાત્ર છે કે આટલા વર્ષોમા પ્રથમ વખત ઓડીટ રિપોર્ટમા આ નાણાકીય બાબત ઉજાગર થઇ હોઇ તેમજ તમામ રકમ રાષ્ટ્રીયકૃત બેંકમા વર્ષોથી ન રાખી વર્ષો સુધી ખાનગી બેંકમા નાણા રખાયા છે, સરકારની જોગવાઇ મુજબ ગેરકાયદેસર હોઇ ત્યારે આ બાબતે મનપાના ચીફ એકાઉન્ટન્ટ સહીત જે કોઈ જવાબદારો હોય તેની સામે શુ પગલા લેવાય છે તે જોવાનુ રહે છે.