Mysamachar.in-સાબરકાંઠા
હિંમતનગરમાં ચાર પાંચ વર્ષ અગાઉ ચેઇન સ્નેચિંગના ગુનામાં આક્ષેપિત યુવકના ઘેર તા.02 ના રોજ સવારે પહોંચી ગયેલા સીબીઆઈ ઓફિસરોએ યુવકના પિતાને પતાવટ કરવા રૂ.1 લાખની માંગણી કરતાં પિતાએ યુવકને જાણ કરતાં ચારેય જણાને જીઆઇડીસી બોલાવી વાતચીત દરમિયાન ભાંડો ફૂટી જતાં યુવક અને તેના મિત્રોએ ભાગવાનો પ્રયાસ કરી રહેલ ચારેય નકલી સીબીઆઇ ઓફિસરને ઝડપી પોલીસ હવાલે કર્યા હતા. મળતી વિગત પ્રમાણે સવારે હિંમતનગરના મહાવીરનગરમાં બેન્ક સોસાયટીમાં રહેતા જુગલ શાહ સવારે ઘેરથી નીકળી મિત્રો સાથે ગાડીમાં બેસી મોતીપુરા જીઆઇડીસી બાજુ ગયા હતા. દરમિયાન સાડા બારેક વાગ્યે જુગલભાઈના પિતાનો મિત્ર શ્રીપાલ ઉપર ફોન આવ્યો અને કહ્યું કે જુગલની તપાસ કરવા માટે એક સ્વીફટ કાર લઇને ચાર માણસો આવેલા છે અને પોતે સીબીઆઇ ઓફિસરો હોવાની હોવાની ઓળખ આપી પૈસાનો વહીવટ કરો તો જુગલનો કેસ પતાવી આપીએ તેવી વાત કરે છે.
જુગલ અગાઉ ચેઇન સ્નેચિંગના ગુનામાં પકડાયેલ હતો. પરંતુ છેલ્લા ચાર-પાંચ વર્ષ થી આવું કોઇ ગુનાહિત કામ કર્યું ન હોઈ સીબીઆઇ ઓફિસરો ક્યા ગુનામાં તપાસ કરવા આવ્યા છે તે જાણવા ફોન કરી જે કોઇ હોય તેમને લઇને જીઆઇડીસી ગેટ આગળ આવવા જણાવ્યું જેથી જુગલના પિતા જીઆઇડીસી ગેટ આગળ બપોરે એકાદ વાગ્યાના અરસામાં આવી પહોંચ્યા હતા અને મેટાલિક ગ્રે કલરની GJ-7-A-8487 નંબરની સ્વીફ્ટ કારમાંથી ચાર શખ્સો ઉતર્યા હતા.
અને પોતે સીબીઆઇ ઓફિસર હોવાની ઓળખ આપી ચુપચાપ તેમની કારમાં બેસી જવા કેહતા જુગલે મે શું ગુનો કર્યો છે અને મને કયા ગુનામાં લઇ જવા માગો છો તેવું પૂછતાં જુગલને સહેજ સાઇડમાં લઇ જઇ મેટર પતાવવી હોય તો તારા બાપુજી પાસે રૂ. એક લાખ મંગાવી વ્યવહાર કરે તો તારી મેટર પતાવી આપીએ તેવી વાત કરતાં જુગલે છેલ્લા ચારેક વર્ષ થી કોઈ ગુનો કર્યો ન હોઈ તમારૂં આઇડી કાર્ડ બતાવો કહેતા આઇડી કાર્ડ બતાવેલ નહીં અને કયા ગુનામાં તપાસ માટે આવ્યા છો તેમ પૂછતાં ચુપચાપ તેમની ગાડીમાં બેસી જવા કડકાઇથી હુકમ કરતાં પહેલા હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન જવાનું કહેતા આનાકાની કરતાં શક પાકો થતાં પોલીસ સ્ટેશને ફોન કરી પોલીસને બોલાવવાનું કહેતા ચારેય જણા ગાડીમાં બેસી ભાગવા જતાં જુગલ અને તેના મિત્રો નીલ સોલંકી તથા શ્રીપાલસિંહ મુકેશસિંહ રાઠોડે ઝપાઝપી કરી 4 બનાવટી શખ્સોને પકડી પોલીસને સોંપ્યા હતા.હવે આં કેસમાં પોલીસ વિશેષ છાનબીન કરી રહી છે.