Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
આજે સવાર સવારમાં એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે, જે રીતે પ્રાથમિક અહેવાલ મળી રહ્યા છે તે પ્રમાણે દેવભૂમિ દ્વારકા જીલ્લાના મુખ્ય મથક ખંભાળિયા નજીક આવેલ બંધ ખાણના ખાડામાં વરસાદી પાણી ભરાયા હોઈ જેમાં ૩ કિશોર ડૂબ્યા હતા જે ખાડામાં ડૂબ્યા તે 3 કિશોરોને એક આધેડ બચાવવા પડ્યા હતા તેનું પણ ડુબી જવાથી થયા મોત થયું છે, ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો તેમજ ફાયરની ટિમ દ્વારા લાશને બહાર કઢાઈ છે. મૃતક પરિવારમાં શોક્નું મોજું ફરી વળ્યું છે.
ખંભાળિયા શહેરથી આશરે છ કિલોમીટર દૂર ધરમપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં ભાંભુડાની ધાર પાસે વર્ષો જૂની બંધ ખાણ આવેલી છે. આ બંધ ભરડીયાના વિશાળ ખાડામાં તાજેતરના વરસાદને કારણે આશરે 15થી 20 ફૂટ જેટલું પાણી ભરાયેલું હોવાનું જાણવા મળેલ છે. આ પાણીમાં આજે સાથે સવારે સાતેક વાગ્યાના સુમારે આ વિસ્તારના રહીશ અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા એવા ભાણજીભાઈ મનજીભાઈ નકુમ નામના 55 વર્ષના પ્રૌઢ તેમના ત્રણ ભત્રીજાઓ જયદીપ મુકેશભાઈ નકુમ (ઉ.વ.19) તેના નાનાભાઈ ગિરીશ મુકેશભાઈ નકુમ (ઉ.વ.16) તથા રાજ કિશોરભાઈ નકુમ (ઉ. વ. 15) સાથે ન્હાવા માટે ગયા હતા.એક જ પરિવારના ચાર સભ્યો કાળનો કોળિયો બની જતાં આ સમગ્ર બનાવે ખંભાળિયા શહેર ઉપરાંત સમગ્ર સતવારા સમાજમાં ભારે શોક સાથે અરેરાટી પ્રસરાવી છે.