Mysamachar.in-જુનાગઢ:
થોડા સમયપૂર્વે પોરબંદરના એક યુવકને જામનગર જિલ્લાના એક તાંત્રિકે ૧૧ લાખ જેટલી મોટી રકમની ખોટી સોનાની ઈંટો ધાબડી દઈને છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યાનો મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો ત્યાં જ વધુ એક વખત એક બાબાનો ભોગ જુનાગઢના વેપારી બનતા તેણે તો કરોડો ગુમાવવાનો વારો આવ્યો છે અને અંતે છેતરાયાનું ભાન થતાં મામલો પોલીસ સુધી પણ પહોંચ્યો છે,
મળતી વિગતો મુજબ જૂનાગઢમાં છેલ્લા 90 વર્ષથી અંબિકા ચોકમાં જ અંબિકા જ્વેલર્સ નામની દુકાન ધરાવતા સોની વેપારી એવા કિરીટભાઈ બારભાયાની પોલીસ ફરીયાદમાં જણાવ્યા અનુસાર સોની કામના જ જાણીતી વ્યક્તિ એવા જાવીદભાઈ મિર્ઝા નામની વ્યક્તિ 9 .50 લાખની માતબર રકમ ઉછીના નાણાં પેટે લઇ ગયો હતો,
જે બાદ પોતે આપેલ નાણાં પરત ન આવતા ઉઘરાણી માટે કિરીટભાઈએ કહેતા જાવીદભાઈએ જ ધૂમ દાદાનો પરિચય કરાવેલ બાબાએ કહ્યું હતું એ તાંત્રિક વિધિ કરવી પડશે અને ટૂંક સમયમાં રકમ પરત આવી જશે,ત્યારબાદ ધૂમ દાદાએ શાહિદ બાપુને 2 લાખ અને સલીમ ખાદીમ ને 4 લાખ આપવાનું કહ્યું હતું જે પણ કિરીટભાઈ એ આપેલા, પણ રકમ પરત નહીં મળતા ફરી બાબાનો સંપર્ક કર્યો તો બાબાએ કહ્યું કે ખુશ્બુ ચડાવો એટલે કે 15 લાખ જેટલી રકમ ઉઘરાવી હતી,
આમ ક્રમશ 4 કરોડ જેટલી રકમ થઇ જતા કિરીટભાઈ રસ્તા પાર આવી ગયા હતા, તમામ મિલ્કત ગીરવે મૂકી આ તાંત્રિક વિધિ કરાવતા રહ્યા હતા,તે પછી પણ રકમ નહીં મળતા કિરીટભાઈએ બાબાને મળ્યા તો બાબાએ કહ્યું કે એક વિધિ કરવી પડશે અને ત્યારબાદ બાબાએ ઘરે આવીને તાંત્રિક વિધિ કરી અને કિરીટભાઈના એક રૂમમાં જ એક સૂટકેસ,એક પોટલું અને એક પેટી રાખેલ જેમાં રૂપિયા છે એમ કહી તેઓ જતા રહ્યા હતા,કિરીટભાઈએ આ વસ્તુઓ ખોલીને જોતા તેમાં કશું ન નીકળ્યુ જેથી છેતરપિંડીનો ભોગ બન્યાનો અહેસાસ થયો હતો,
ત્યારે બાબાની માયાજાળમાં આવીને અંદાજે ૪ કરોડ જેટલી રકમ ગુમાવનાર સોની વેપારી પોલીસને શરણે જઇને આ મામલે ફરિયાદ નોંધાવતાં હાલ તો આ મામલે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, તેવામાં આ છેતરપીંડીનું પ્રકરણ જુનાગઢમાં ટોક ઓફ ધી ટાઉન બન્યું છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.