Mysamachar.in-ગુજરાત:
રાજ્યના હવામાન વિભાગે પણ રાજ્યમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં આજે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે દક્ષિણ ગુજરાત અને સોરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતાઓ જોવાઈ રહી છે, આ સિવાય સુરત, નવસારી, વલસાડ, દમણ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ અને નર્મદા, પંચમહાલ, ભરૂચમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને લઈને તંત્ર એલર્ટ થઈ ગયું છે.
બે સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યના તમામ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે, તારીખ 7 સુધીમાં દક્ષિણ ડાંગ, વલસાડ તેમજ દરિયાકિનારાના ભાગો સુરત તેમજ દક્ષિણ ગુજરાતના ભાગો નવસારી, બારડોલી, ભરૂચના ભાગોમાં પણ વરસાદ થાય. આહવા, ડાંગ, વલસાડના ભાગોમાં દસ ઈંચ કે તેથી વધુ વરસાદ થવાની ધારણા રહે.. પોરબંદરના ભાગો અને જામનગરના ભાગોમાં પણ વરસાદ પડે. કચ્છમાં પણ વરસાદ પડે. સોરઠના ભાગો અને ભાવનગરમાં વરસાદ પડે. અરવલ્લી, મહીસાગર, પંચમહાલે, સાપુતારા, અમદાવાદ, વડોદરા, ચોટીલા, સુરેન્દ્રનગરમાં પણ વરસાદની શક્યતા છે. આગામી 48 કલાક રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે. 8 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ થશે. પવન સાથે ભારે વરસાદની શક્યતાને લઈ તંત્ર અલર્ટ પર છે. હવામાન વિભાગની સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. દરિયાઇકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે.જો કે 8 તારીખથી વરસાદનું જોર ઘટશે તેવું અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે.