Mysamachar.in-અમદાવાદ:
ગુજરાતમાં ભલે દારૂબંધી હોય પણ દારૂની હેરફેરમાં પોલીસનો જ રોલ સામે આવે તો આનાથી વધુ શરમજનક બાબત શું હોય શકે…કારણ કે જેનું કામ દારૂનું વેચાણ રોકવાનું છે તેની જ સંડોવણી દારૂના જથ્થાના કેસોમાં ખુલે તો કેવું કહેવાય…અમદાવાદમાં પોલીસને શર્મસાર કરતો આ કિસ્સો સામે આવ્યો છે, વાત એવી છે કે ગઈ તારીખ 8 જાન્યુઆરી 2022ના રોજ ડીજી વિજિલન્સ દ્વારા વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં એક ટ્રક પકડી પાડવામાં આવેલ અને જેમાં આશરે 6.5 લાખ નો દારૂ સહિત 14 લાખ થી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ અને જેમાં સ્થાનિક પોલીસ તપાસ કરતા પહેલા 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
જેમાં રાજેન્દ્રસિંહ જાટ અને અમિત જાટની ધરપકડ થઈ હતી અને જેમની તપાસ કરતા અનેક ખુલાસાઓ સામે આવ્યા. તેમની તપાસમાં સામે આવ્યું કે આ દારૂ જસપાલ સિંહ પવાર અને યુવરાજસિંહ એમ બન્ને પોલીસ કર્મીઓ હરિયાણાથી દારૂ મંગાવેલ અને જે લોકો દારૂ મંગાવીને અમદાવાદમાં અન્ય લોકો સુધી પહોંચાડવાનું કામ કરતા હતા.હાલ મહેન્દ્રસિંહ અને યુવરાજસિંહ નામના પોલીસકર્મી ઝડપી લીધા છે.અને આ મામલે તપાસ કરવામાં આવી રહી છે કે આ લોકો અગાઉ પણ આ રીતે કેટલી વાર દારૂ મંગાવી ચુક્યા છે.