Mysamachar.in:જામનગર
જામનગરના એક ફરીયાદીને ઇન્વેસ્ટમેંટ કરવા માટેના કર્મચારીની ઓળખાણ આપી તેઓની કંપનીમાં ઇન્વેસ્ટ કરવાથી 4 થી 5% લાભ મળશે તેમ કહી વિશ્વાસમાં લઈ એન્ડ્રોઇડ એપ્લિકેશનથી ઇન્વેસ્ટમેન્ટ કરાવવા માટે ડાઉનલોડ કરાવેલ. બાદ, તેમાં એકાઉન્ટ ખોલાવી કેટકે કટકે બે બેન્ક અકાઉન્ટમાં પૈસા નખાવડાવી ફેક એપ્લિકેશનમાં બનાવેલ ફરિયાદીના એકાઉન્ટમાં ખોટો નફો બતાવી ફરિયાદી કુલ સાથે રૂ.9,19,125 ઓનલાઈન ટ્રાન્સફર કરાવી પડાવી લીધેલ જે બાબતનો જામનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે 2022 વર્ષમાં ગુનો દાખલ થયેલ હોય.
જેમાં આરોપીને પકડી પાડવા સાઈબર ક્રાઈમની વિશેષ ટીમ બનાવી સતત તપાસમા રહેલ દરમ્યાન સાયબર ક્રાઈમ પોલીસ સ્ટાફ દ્વારા ટેકનિકલ એનાલીસીસ કરી આરોપીઓની માહિતી એકત્રિત કરી ખારાઈ કરેલ. તથા ગુનાના કામે 08 મહીનાથી તપાસમાં નાસતો ફરતો આરોપી રમીઝ કિસ્મત શેખને સાયબર ક્રાઇમ ની ટીમે ગઇ તારીખ 15/03/2023 ના રોજ પકડી પાડેલ અને તપાસમાં અન્ય આરોપીઓ અલર્ટના થાય એની તકેદારી રાખી આરોપી પાસેથી અન્ય આરોપીઓની માહીતી મેળવી તથા વધુ ટેકનિકલ પુરાવા પરથી આરોપીઓની ખરાઈ કર્યા બાદ સાયબર ક્રાઇમ ની વિશેષ ટીમ સતત તપાસ માં રહેલ જેમાં આરોપી ના લોકેશન સુરત ખાતેના આવતા હોય બાદ આરોપી ન લોકેશન તપાસી સતત 07 દીવસ વોચમાં રહી આરોપીઓ લોકેશન સ્થિર થતા ડો. અલ્તાફ લતીફભાઇ શેખ, પીર મંહમદ અસરફ મેમણને ઝડપી પાડવામાં આવ્યા છે.