Mysamachar.in-જામનગર
કોરોના ગ્રહણથી ચુંટણીઓ પાછી ઠેલાઇ છે તેમ છતા મહાપાલીકાની આગામી ચુંટણી સંદર્ભેની વિગતો જોઇએ તો જામનગર કોર્પોરેશનનો 132 ચો.કીમીનો વિસ્તાર 16 વોર્ડમા વિભાજીત છે અને 64 બેઠક સભ્યો માટે છે એટલે કે 64 કોર્પોરેટરો ચુંટાઇ શકે છે, પ્રાથમીક રીતે મહિલા અનામત સ્થાનિક સ્વરાજ્ય માટે 50% હોય છે, તે ઉપરાંતની અનામત બેઠકો વધતા બહેનો માટે તક વધે છે ઉપરાંત આ વખતે અનામત રોટેશનમા ફેરફાર છે તેમજ ગત વખત કરતા 64 હજારથી વધુ મતદારો વધ્યા છે,
જામનગરમાં 16 વોર્ડ અને 64 બેઠક પૈકી SC માટે 4 જેમાંથી 2 મહિલા અનામત અને એક બેઠક ST મહિલા માટે રહેશે. 6 બેઠક પછાત વર્ગ માટે રહેશે તો 3 મહિલા અનામત માટે રહેશે. 32 બેઠક મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે જેથી કુલ ગણીએ તો ચોખી અનામત 38 અને બિનઅનામત 26 બેઠક થશે તેમજ દરેક વોર્ડની સંખ્યા 2011 મુજબ 36 હજારથી વધુ હતી તેમા 10% વધારો ગણી 40,000 જેટલી સરેરાશ સંખ્યા વસ્તીની ગણાશે.
જામનગર કોર્પોરેશન વિસ્તારનું સીમાંકન એક દાયકા બાદ 2015માં બદલ્યુ હતુ અને 19 વોર્ડના બદલે 16 વોર્ડ થતા દેખીતી રીતે અગાઉ વોર્ડ દીઠ 23 હજાર વસ્તી હતી તે બાદ 37 હજાર (અંદાજે) થઇ હતી અને કુલ 64 બેઠકમાંથી 32 સ્ત્રી અને 32 પુરૂષ બેઠકો રહી હતી માટે મહિલાઓને પણ સરખુ સ્થાન અપાયું હતુ, તે જ વ્યવસ્થા પંચે યથાવત રાખી છે નવા સીમાંકન બાદ વિસ્તારોના ધરખમ ફેરફાર થયા હોય રાજકીય ગણતરીઓ કાં તો પહેલાથી થઇ હોય તો ચિંતા નથી અને જેમને હાલ જ નવા સીમાંકનનો ખ્યાલ આવે તેમના માટે વિમાસણ રહેશે તેવો માહોલ 2015 મા હતો આ વખતે એ અસમંજસ નહી રહે કેમકે એક વખત ચુંટણી થઇ ગઇ હોય રાજકીય પક્ષોને અનુભવ થઇ ગયો છે
વસ્તીની દ્રષ્ટીએ કુલ જોઇએ તો 2015 ની મનપા ચુંટણી વખતે કુલ 591976 ની વસ્તી દર્શાવાય હતી તેની સામે હાલના 2020 ના સીમાંકનમાં કુલ વસતી 587750 બતાવાય છે જે 2011 ની વસ્તી ગણતરી મુજબ હોય 10% ઉમેરવા પડે જેથી સાડા છ લાખ જેટલી વસ્તી થાય જોકે આ સીમાંકનમા જામનગરનો જે વિસ્તાર 2017 મા ઉમેરાયો તે તમામને આવરી શકાયા નથી નાના પોકેટ વસ્તીના છુટી ગયા છે.
– જુના વોર્ડ જાણીએ તો…..
અગાઉ 2005મા જયારે જામનગર શહેરનો વિસ્તાર 32 ચો.કિમી હતો અને 19 વોર્ડ હતાં ત્યારે એક વાર્ડનો વિસ્તાર 1.78 કિમી હતો જયારે હાલ 123 ચો.કિમીનો વિસ્તાર અને 16 વોર્ડ છે જેથી વોર્ડ દીઠ 7.68 કિમીનેા એરિયા સરેરાશ અંદાજીત થયો તેમ ગણી શકાય
– અર્ધચંદ્રાકારે સ્પષ્ટ વિભાજન
જામનગર કોર્પોરેશન વિસ્તારના નવા સીમાંકનની પ્રાથમિક જાહેરનામાની પ્રસિધ્ધી થઇ છે અને સ્પષ્ટ રીતે અર્ધ ચંદ્રાકારે સ્પષ્ટ વિભાજન થયું છે તે ગત વખતનુ યથાવત છે જે સમજવું સરળ રહેશે. નાગરીકોની જાણકારી માટે તમામ નવા વોર્ડના મુખ્ય સ્થળે આ નવું જાહેરનામું મુકવામાં આવ્યું છે,
– પચાસ હજારથી વધુ વસ્તી વધી
જામનગરની વસ્તી 2001માં 4,98,344 હતી તેમાં સ્ત્રી 236690 અને પુરૂષ 261654 હતા ત્યારે બેડી, નવાગામ ઘેડ, શહેર કોર્પો.માં ન હતું છતા તે મળીને વસતી 5,56,956 થઇ હતી જેમાં 264788 સ્ત્રી અને પુ. 292168 હતી જયારે 2011માં કુલ વસતી 600411 હતી જેમાં સ્ત્રી-286914 તથા પુરૂષ-313485 છે અન્ય 13 છે માટે સ્ત્રીની વસ્તી દાયકામાં 50224ની તથા પુ.ની 518321ની વધી હતી બાદમાં 2015 ચુંટણી વખતે 590000 વસતીનો અંદાજ મુકાયા બાદ આ વખતે જે અંદાજ 5.87 લાખ છે તેમા દસ ટકા ઉમેરતા 6.40 લાખ વસતી થશે.
– ગત વખતે 22 નવેમ્બરે મતદાન થયેલુ…મતદાન સમય વધશે
વર્ષ 2015 મા મનપા ચુંટણી માટે 23 ઓક્ટોબરે જાહેરનામુ પ્રસિદ્ધ થયેલુ તેમજ 22 નવેમ્બરે મતદાન અને 26 નવેમ્બરે મત ગણતરી થઇ હતી આ મુજબ જ આ વખતે જાહેરાત થાય છે કે કેમ તે જોવાનુ હતુ તેની વચ્ચે હાલ તો ચુંટણી પાછી ઠેલાઇ છે, અને ગત વખતે સવારે 8 થી 5 મતદાન હતુ તે સમય જો આ વખતે કોરોના વધુ ચાલશે તો આ વખતે મતદાન કલાકો વધારવાની શક્યતા છે પરંતુ હજુ ચુંટણી પંચે ચુંટણી કાર્યક્રમ જાહેર કર્યો નથી.
– ભાજપને 38 કોંગ્રેસને 24 બેઠક મળેલી
ગત મનપા ચુંટણીમા ભાજપને 38 કોંગ્રેસને 24 અને સરદાર પટેલ પક્ષને બે બેઠક મળેલી બાદમાં કોંગ્રેસમાંથી તબક્કાવાર સભ્યો ભાજપમા ભળતા રહેતા હવે ભાજપનુ સંખ્યાબળ વધ્યુ છે
– વર્ષ 2015 ગત ચુંટણી વખતે વોર્ડવાર મતદારો
વર્ષ 2015 ના કોર્પોરેશન ના મતદારો જોઇએ તો વોર્ડ 1 માં 27200, વોર્ડ 2 મા 24310, વોર્ડ 3 મા 22510, વોર્ડ 4 મા 24920, વોર્ડ 5 મા 24330, વોર્ડ 6 મા 18360, વોર્ડ 7 મા 26800, વોર્ડ 8 મા 27140, વોર્ડ 9 મા 25475, વોર્ડ 10 મા 28860, વોર્ડ 11 માં 26452, વોર્ડ 12 મા 31683, વોર્ડ 13 મા 28501, વોર્ડ 14 મા 22235, વોર્ડ 15 માં 25920, અને વોર્ડ 16 મા 23790 મળી કુલ 409486 મતદારો હતા જેમાંથી 56.77 ટકાએ મતદાન કર્યુ હતુ જે નિરસ જ ગણી શકાય
– મતદારોનો વોર્ડવાર વધારો 2015 ની સરખામણીએ
વર્ષ 2015ની સરખામણીએ આ વર્ષે 2020મા જામનગર કોર્પોરેશનના મતદારો વધ્યા તે સંખ્યા વોર્ડવાર જોઇએ તો વોર્ડનં 1માં 4955, નં.2 માં 2585, વોર્ડ નં. 3માં 2079, વોર્ડ નં. 4માં 3764, વોર્ડ નં. 5માં 3673, વોર્ડ નં. 6માં 5477, વોર્ડ નં3માં 5594, વોર્ડ નં 8માં 4793, વોર્ડ નં 9માં 554, વોર્ડ નં1માં 3147, વોર્ડ નં. 11માં 6011, વોર્ડ નં. 12માં 4198, વોર્ડ નંબર 13માં1753, વોર્ડનંબર 14માં 1813, વોર્ડ નં. 15માં 7761, અને વોર્ડ નં. 16માં 5595 સહિત કુલ 63742 નવા મતદારો નોંધાયા છે. જેમાં 29918 પુરૂષ અને 33918 સ્ત્રી અને અન્ય 6 મતદારોનો સમાવેશ થાય છે.
– હાલના મતદારો કુલ 473230
આ રીતે કુલ મતદારો2020ની નવી પ્રસિધ્ધ થયેલી યાદીમાં વોર્ડ નં. 1માં 16553 પુરૂષ, 15643 સ્ત્રી સાથે કુલ 32196, વોર્ડ નં. 2માં પુરૂષ 14359, સ્રી 13528 કુલ 27887, વોર્ડ નં3 માં પુરૂષ 12389, સ્રી12187 કુલ 24587 વોર્ડનં 4 મા પુ.14786 સ્રી 13901 મળી કુલ 28688 વોર્ડ નં. 5 માં પુરૂષ 14210, સ્રી 13794 કુલ28004 વોર્ડ નં. 6 માં પુરૂષ 126399, સ્રી 11841 કુલ23840 વોર્ડનં 7મા પુ.16526, સ્રી15831,કુલ 32396 વોર્ડ નં. 8 માં પુરૂષ16863, સ્રી 15621,કુલ31884 વોર્ડ નં. 9 માં પુરૂષ13091, સ્રી12934 કુલ26025 વોર્ડનં 10 માં પુ.16173 સ્રી 15838 કુલ 32462, વોર્ડ નં. 11 માં પુરૂષ 16715, સ્ત્રી 15747,કુલ 35883 વોર્ડ નં.12 પુ.18197 સ્રી 17685 કુલ 30252 વોર્ડ નં. 13 માં પુરૂષ 15514, સ્રી 14738,કુલ24044 વોર્ડ નં. 14 માં પુરૂષ 12468, સ્રી 11535,કુલ 33685 વોર્ડ નં. 15 માં પુરૂષ 17509, સ્ત્રી 16176, કુલ 29387 વોર્ડ નં. 16માં પુ. 15159 સ્રી 14227 કુલ 29387
– 63744 મતદારો પાંચ વર્ષમા વધ્યા
સાથે તમામ 16 વોર્ડમા હાલ 2020 ના મતદાર 473230 થયા છે જે મતદારો 2015 માં 409486 હતા અને વધારો પાંચ વર્ષમા 63744 નો થયો છે
– સૌથી વધુ મતદારો આ વખતે પણ વોર્ડ નંબર 12 માં જ
વર્ષ 2015 મા સૌથી વધુ મતદાર વોર્ડ નંબર 12 માં 31683 હતા વર્ષ 2020 મા આ વખતે સૌથી વધુ વોર્ડ નંબર 12 માં જ 35889 મતદારો છે.
– યુવા મતદારો વધતા વસતી પ્રમાણે ટકાવારી વધી
વસતી અંગે જોઇએ તો વર્ષ 2011 ની વસતી ગણતરી મુજબ જામનગરની વસતી 587350 દર્શાવાઇ હતી અને આ વખતે હજુ વસતી ગણતરી નથી થઇ પરંતુ સરેરાશ દસ ટકા વસતી તો દરેક ગણતરી વખતે વધે તો પાંચ વર્ષે પાંચ ટકા તો વધે જ માટે 2015 નો વસતી નો અંદાજ 616350 મુકીએ તો તેની સામે મતદાર 409486 હતા જે વસતી ના 66 ટકા હતા જ્યારે 2020 મા દસ ટકા વધારા સાથે 646085 નો વસતીનો અંદાજ મુકીએ તો 473230 મતદારો હોવાથી તે વસતી ના 73 ટકા જેટલા મતદારો થયા છે માટે ગત ચુંટણી કરતા આમેય મતદારો વધે તે સ્વાભાવિક છે પરંતુ આ વખતે મતદાર નોંધણી વધતા વધારો ટકાવારી મા વધુ છે જે યુવા નવા મતદારો વધુ છે