mysamachar.in-જામનગર
જામનગર જિલ્લામાં વધુ એક વખત ધોળા દુધનો કાળો કારોબાર થઇ રહ્યાનું સામે આવ્યું છે,થોડા સમય પૂર્વે કાલાવડના જશાપર મા થી નકલી દૂધ બનાવી અને રાજકોટ મોકલવામાં આવતા હોવાનો રેકેટ અને ત્યારબાદ શેઠવડાળા નજીક થી નકલી દૂધ બનાવવાનું રેકેટ ઝડપાયા બાદ આજે વધુ એક વખત શંકાસ્પદ ભેળસેળ યુક્ત દુધનો જથ્થો એસઓજી એ લાલપુર પાસેથી ઝડપી પાડ્યો છે,
જે રીતે પોલીસમાં થી માહિતી મળી રહી છે તે પ્રમાણે લાલપુરના શહીદ વન જાહેર રોડ પર ટેમ્પોવાહનમા ખંભાળિયા તાલુકાના દેવરિયા ગામનો રાજશી ગોજીયા નામનો વ્યક્તિ ભેળસેળયુક્ત દૂધ લીટર ૧૨૦૦ ના જથ્થા સાથે અહીથી પસાર થઇ રહ્યો હોવાની માહિતી પરથી એસઓજી ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.